બોલીવુડ સાથે જોડાયેલા લોકોની જીંદગી બહુ મુશ્કેલ હોય છે. તેમને તહેવારના દિવસે પણ કામ કરવું પડે છે. મુંબઈના કમલિસ્તાન સ્ટુડિયોમાં દિવાળીના દિવસે નિર્માતા દિનેહ્સ ચુંધની ફિલ્મ 'મિત્તલ વર્સેસ મિત્તલ' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ.
તે દિવસે કોર્ટના દ્રશ્યનું શૂટિંગ ઉતારવાનું હતુ. નિર્દેશક કરણ રાજદાનની સાથે રિતુપર્ણા સેન ગુપ્તા, રોહિત રોય, ગુલશન ગ્રોવર, સુચિત્રા કૃષ્ણમૂર્તિ જેવા કલાકારો હાજર હતા. દિવાળી જેવા તહેવારના ઉત્સાહમાં તેઓ પોતાની જાતને રોકી નહી શક્યા. અને તેમણે બ્રેક દરમિયાન ફટાકડાં ફોડીને મનોરંજન કર્યુ.
IFM
આ ફિલ્મનું તાજેતરમાંજ બીજો શેડ્યુલ પૂરો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં વૈવાહિક જીવનમાં બળાત્કાર જેવો જવલંત મુદ્દો ઉઠવવામાં આવ્યો છે. જો કોઈ પત્ની પોતાના પતિ પર બળાત્કારનો આરોપ લગાવે તો કાયદો તેની શું મદદ કરે ?
સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન પછી પુરષને દરેક જાતની સ્વતંત્રત છે. કેટલાય લગ્નમાં તો સ્ત્રીને આ ખુશીના નામે બળાત્કાર જેવો ત્રાસ સહન કરવો પડે છે. તે પોતાની પીડા કોણે કહે ? ક્યાં જાય ? ફિલ્મમાં આ જ મુદ્દાને બતાવવામાં આવ્યો છે.