ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2016 (16:04 IST)

’થઈ જશે’’ દર્શકોને ગમે તેવી ફિલ્મ, મજબૂત અભિનય અને મનોરંજનથી ભરપુર ફિલ્મ

ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં અનેક ફિલ્મોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં છે. ચાહે તે છેલ્લો દિવસ હોય કે ગુજજુભાઈ ધ ગ્રેટ હોય. હવે દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળ્યાં છે. ત્યારે તાજેતરમાં જ એક ફિલ્મ ખાસી ચર્ચામાં રહી છે. એનું શૂટિંગ પણ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. જી. હા લીડ રોલમાં દેખાતા મનોજ જોશી અને મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ ‘’થઈ જશે’’ હવે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મની કથા જો અહીં કહીએ તો તેને સિનેમાહોલમાં જોવાની મજા નહીં આવે. એટલે માત્ર તેની ટેકનીકલી વાત કરીએ.
 
આ ફિલ્મમાં મલ્હાર ઠાકરનો અભિનય દાદ માંગી લે છે. ત્યારે મનોજ જોશી તો ઓલરેડી મજબૂત અભિનય માટે જાણીતા છે અને તેમણે આ ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો છે. સાઉથની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી મોનલ ગજ્જર પણ ગુજરાતી સંવાદો પર સારી પકડ ધરાવે છે. તે આ ફિલ્મમાં જોવા મળ્યું છે. કાઠીયાવાડનો એક યુવાન કેવી રીતે શહેરમાં ઝઝૂમે છે તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન અને સંવાદો પણ મજબૂત છે. દિગ્દર્શનની વાત કરીએ તો નિરવની માસ્ટરી દેખાઈ છે. તેણે આ ફિલ્મ પણ લખી છે એટલે ફિલ્મમાં કંઈ ઓછું આવવા દીધું નથી.
 
સંગીતમા પણ કંઈ ખુટે એમ નથી, ફિલ્મનું બેકગ્રાઉન્ડ અને શૂટિંગના લોકેશન પણ દર્શકોને ફિલ્મ જોવા માટે ખુરશી પર ચોંટાડી રાખે એવા છે, ભાવીની જાનીએ પણ આ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે. એકંદરે ફિલ્મ સુપરડુપર હીટ કહી શકાય, પણ આખરે દર્શકો જ નિર્ણાયક હોય છે, જોઈએ હવે ફિલ્મ કેવી રીતે દર્શકોને ગમે છે.