શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2017 (23:48 IST)

હનુમાન જયંતી પર હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ફળદાયી ઉપાય

હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરીને દરેક મંગળવારે કરવાથી મનોકાનઓની પૂર્તિ થાય છે. 
વીર હનુમાન ભગવાન રામના ભક્ત હતા. માતા અંજનીના પુત્ર હનુમાનને પવન પુત્ર કહેવાય છે. ધર્મ શાસ્ત્રો મુજબ ચેત્ર માસની પૂર્ણિમાના દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ પર્વ હનુમાન જયંતીના રૂપમાં આખા દેશમાં ઉજવાય છે. રામાયણ અનુસાર એ જાનકીના અત્યધિક પ્રિય છે. આ ધરતી પર જે સાત મનીષિયોને અમરત્વનો વરદાન મળ્યું છે તેમાં બજરંગબલી પણ છે. હનુમાનજીનો અવતાર ભગવાન રામની સહાયતા માટે થયો. હનુમાનજીના પરાક્રમની અસંખ્ય કથાઓ પ્રચલિત છે. 
 
હનુમાન ઉપાસનાનો  આ મંત્ર 
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् .सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि..दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा.
पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम् ..
 
હનુમાન જયંતીના ખાસ ટોટકા ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરી દરેક મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માણસ જ્યારે બીજાનું પ્રમોશન થાય છે તો તેમના પ્રસિદ્ધીથી ઈષ્ર્યા કરી પોતે દુશ્મન બની જાય છે અને તે સહયોગ આપવાને બદલે  તે માર્ગને રોકવા લાગે છે. 
 
- હનુમાન જયંતી ના દિવસે 11 પીપળના પાન લો. તેને ગંગાજળથી સારી રીતે ધોઈને લાલ ચંદનથી દરેક પાન પર 7 વાર રામ લખવું. ત્યારબાદ હનુમાનજીના મંદિરમાં ચઢાવી આવો. અને ત્યાં પ્રસાદ વહેંચવું. આ મંત્રનો જાપ જેટ્લો કરી શકો કરો. "જય, જયજયહનુમાન ગોસાઈ | કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ
 
- હનુમાન જયંતી પછી 7 મંગળવારે આ મંત્રનો સતત જાપ કરો. પ્રયોગ ગોપનીય કે ગુપ્ત રાખવું. આશ્ચર્યજનક ધન લાભ થશે. 
 
- સરસવના તેલના દીવામાં લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો. સંકટ દૂર થશે અને ધન પ્રાપ્ત થશે. 
 
- જો ધનલાભની સ્થિતિ બની રહી હોય, પણ તોય પણ ધનલાભ ન મળી રહ્યા હોય, તો હનુમાન જયંતી પર ગોપી ચંદનની નવ ભાગ લઈને કેળાના ઝાડ પર ટાંગવી જોઈએ. યાદ રાખવું આ ચંદન પીળા દોરાથી જ બાંધવાનુ છે. 
 
- એક નારિયેળ પર સિંદૂર, નાડાછડી, અક્ષત અર્પિત કરી પૂજન કરવું. પછી હનુમાનજીના મંદિરમાં ચઢાવી આવો. ધન લાભ થશે. 
 
- પીપળના ઝાડમાં તેલનો દીપક પ્રગટાવો. પછી ઘરે આવતા પાછળ વળીને ન જોવું. ધન લાભ થશે.