બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (22:48 IST)

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

speech video
Republic Day Speech in Gujarati :  દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દર વર્ષે ભારતના લોકો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ ઉત્સાહ સાથે કરે છે. દિલ્હીના રાજપથ પર પરેડ (Republic Day parade) પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોની ઝાંખીઓ છે.. આ વર્ષે દેશનો 75મો પ્રજાસત્તાક દિવસ શુક્રવાર  26 જાન્યુઆરી, 2024 ના રોજ ઉજવાશે. 
 
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી  લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં પ્રવચન વગેરેનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને એક ભાષણનું સૈપલ આપી રહ્યા છીએ, જે તમે 26મી જાન્યુઆરીના અવસર પર આપી શકો છો.

ભાષણ 1   

પ્રિય દેશવાસીઓ,
આપ સૌને 2024ના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ  
આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ, જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ
 
ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, વર્ષ 1950 માં, ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું.
 
આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે અને તેમના દેશ પ્રત્યેના સમર્પણને ફરી વધારે છે. આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ. આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે.
 
આવી સ્થિતિમાં, આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું.
આભાર
જય હિન્દ 

ભાષણ 2  
 
ભાષણની શરૂઆતમાં સૌ પ્રથમ સૌને નમસ્કાર, ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માનો. પછી બોલવાનું શરૂ કરો. આપણે બધા આજે આપણા દેશના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકઠા થયા છીએ. ગણતંત્ર દિવસ પર ભાષણ આપવા બદલ હુ ખુદને સન્માનિત અનુભવી રહ્યો/રહી છુ.  આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે.  આજના જ દિવસે 1950માં આ દિવસે ભારતીય બંધારણ લાગૂ વ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ, આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે બનાવ્યું હતું.
 
આજે આ બંધારણના કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે. આ દિવસે, સૌ પ્રથમ, ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ જે હવે અમર જવાન જ્યોતિમાં વિલીન છે તેના પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. લોકશાહી દેશમાં રહેવું એ આપણા બધા માટે ગર્વની વાત છે. હું મારા ભાષણનો અંત એમ કહીને કરવા માંગુ છું કે એક સાચા દેશભક્તની જેમ દેશને વધુ સારી જગ્યા બનાવવામાં યોગદાન આપતા રહો. આભાર! જય હિન્દ.
 
ભાષણ 3  
 
પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય તહેવાર પર દરેકને નમસ્કાર, આ માત્ર એક રાષ્ટ્રીય રજા નથી. પ્રજાસત્તાક દિવસ આપણા માટે સન્માનની ભાવના છે કારણ કે ભારતને 1950માં બ્રિટિશ શાસનથી  સ્વતંત્રતા મળી અને 'પૂર્ણ સ્વરાજ' મળ્યું હતું. 26 જાન્યુઆરી આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ  દિવસે 1930 માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાની માંગની જાહેરાત કરી હતી. ત્યારબાદ એ જ દિવસે 1950 માં ભારત એક ગણતંત્રના રૂપમાં અસ્તિત્વમાં આવ્યું.
 
પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. આભાર જય હિન્દ