શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By
Last Updated : શનિવાર, 13 એપ્રિલ 2024 (17:27 IST)

Hanuman Janmotsav - ભગવાન હનુમાનના 10 ખાસ મંદિર, જ્યા છે ભક્તોની સૌથી વધુ આસ્થા

hanuman temple
ભગવાન હનુમાનને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે.  હનુમાન એક એવા દેવતા છે, જેમનુ મંદિર દરેક સ્થાન પર સહેલાઈથી મળી જાય છે. કળયુગમાં સૌથી વધુ ભગવાન શંકરના અગિયારમા રુદ્ર અવતાર શ્રી હનુમાનઝીની જ પૂજા કરવામાં આવે છે.  તેથી હનુમાનજીને કળયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. આજે અમે તમને કેટલાક વિશેષ મંદિર વિશે બતાવી રહ્યા છીએ 
 
1. હનુમાન મંદિર ઈલાહાબાદ (ઉત્તર પ્રદેશ) 
 
ઈલાહાબાદ કિલ્લા પાસે આવેલા આ મંદિરમાં સૂતેલા ભગવાન હનુમાનની પ્રતિમાવાળી પ્રાચીન મંદિર છે. તેમા હનુમાનજી સૂતેલી મુદ્રામાં છે. મૂર્તિ 20 ફૂટ લાંબી છે. જ્યારે વરસાદમાં પૂર આવે છે તો મંદિર જળમગ્ન થઈ જાય છે. ત્યારે મૂર્તિને ક્યાક બીજે લઈ જઈને સુરક્ષિત મુકવામાં આવે છે.  
 
2. હનુમાનગઢી અયોધ્યા 
 
અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મસ્થળી છે. હનુમાનગઢી મંદિર જાણીતુ છે. આ મંદિર રાજદ્વારની સામે ઊંચા પરત પર બનેલુ છે. મંદિરની ચાર બાજુ સાધુ સંત રહે છે. હનુમાનગઢીના દક્ષિણમાં સુગ્રીવ પર્વત અને અંગદ પર્વત નામનુ સ્થાન છે. મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલા સ્વામી અભયારામદાસજીએ કરી હતી. 

 
3. સાલાસર હનુમાન મંદિર, સાલાસર (રાજસ્થાન)
આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં છે. ગામનું નામ સાલાસર છે, તેથી સાલાસર બાલાજીના નામથી જાણીતુ થયુ. આ પ્રતિમા દાડી અને મૂછવાળી છે. આ એક ખેડૂતને ખેતરમાંથી મળી હતી, જે સાલાસરમાં સુવર્ણ સિંહાસન પર સ્થાપિત કરવામાં આવ્યું છે.
 
4. હનુમાન ધરા, ચિત્રકૂટ
આ ઉત્તર પ્રદેશના સીતાપુર પાસે આવેલું હનુમાન મંદિર  છે. આ પર્વતમાળાની મધ્યમાં છે. હનુમાનજીની મૂર્તિની બરાબર ઉપર બે કુંડ છે, જે હંમેશા ભરેલા રહે છે. તેમાંથી પાણી વહેતું રહે છે. આ ઘારાનુ નું પાણી મૂર્તિની ઉપર વહી જાય છે. તેથી જ તેને હનુમાન ધારા કહેવામાં આવે છે.
 
5. શ્રી સંકટમોચન મંદિર, વારાણસી (ઉત્તર પ્રદેશ) 
 
આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં છે. આ મંદિરની આસપાસ એક નાનું જંગલ છે. મંદિરના પ્રાંગણમાં ભગવાન હનુમાનની દિવ્ય પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પુણ્ય દ્વારા પ્રગટ થયેલી સ્વયંભૂ મૂર્તિ છે.
 
6. બેટ-દ્વારકા, ગુજરાત 
 
બેટ-દ્વારકાથી ચાર મીલના અંતરે મકરધ્વજની સાથે ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી, પરંતુ હવે બંને મૂર્તિઓની ઊંચાઈ સરખી થઈ ગઈ છે. મકરધ્વજ હનુમાનજીના પુત્ર કહેવાય છે, જેમનો જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલીમાંથી થયો હતો. 
 
7. બાલાજી હનુમાન મંદિર, મહેંદીપુર (રાજસ્થાન)
મહેંદીપુર રાજસ્થાનના દૌસા જિલ્લા પાસે બે પહાડીઓ વચ્ચે આવેલું છે. આ મંદિર જયપુર-બાંડીકુઇ-બસ રૂટ પર જયપુરથી લગભગ 65 કિલોમીટર દૂર છે. આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે. અહીં શિલામાં સ્વયં હનુમાનની આકૃતિ ઉભરી આવી હતી. તેને શ્રી હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે.
 
8. ડ્લ્યા મારૂતિ, પૂના (મહારાષ્ટ્ર)
પૂનાના ગણેશપેઠમાં બનેલુ આ મંદિર ખૂબ જાણીતુ છે. શ્રીડૂલ્યા મારૂતિનુ મંદિર શક્યત: 350 વર્ષ જુનુ છે. મૂળ રૂપથી ડૂલ્યા મારૂતિની મૂર્તિ એક કાળા પત્થર પર અંકિત કરવામાં આવી છે.  આ મૂર્તિની સ્થાપના શ્રીસમર્થ રામદાસ સ્વામીએ કરી હતી. 
 
9. શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર, સારંગપુર (ગુજરાત)
અમદાવાદ-ભાવનગર નજીક સ્થિત બોટાદ જંકશનથી સારંગપુર 12 મીલ દૂર છે. મહાયોગીરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિનો અભિષેક કર્યો હતો. એવી માન્યતા છે કે અભિષેક સમયે ભગવાન હનુમાનની મૂર્તિમાં આવેશ થયો હતો અને તે ધ્રૂજવા લાગી હતી. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.
 
10. હંપી કર્ણાટક 
બેલ્લારી જીલ્લાના હંપી શહેરમાં એક હનુમાન મંદિર છે. તેમને યંત્રોદ્વારક હનુમાન કહેવામાં આવે છે. આ ક્ષેત્ર પ્રાચીન કિષ્કંધા નગરી છે.  શક્યત અહી જ એક સમયે વાંદરાઓનુ વિશાળ સામ્રાજ્ય સ્થાપિત હતુ. આજે પણ અહી અનેક ગુફાઓ છે.