પરીક્ષાઓ આવી રહી છે આવો જાણીએ મગજને તેજ, તંદુરસ્ત અને મજબૂત બનાવવાનાં ઉપાયો

meditation
Last Modified બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (10:00 IST)

આપણે શરીરની તંદુરસ્તી માટે કસરત કરીએ છીએ પરંતુ ક્યારેય મગજની તંદુરસ્તી વિશે વિચારતા નથી. શરીરની તંદુરસ્તી જેટલું જ મહત્ત્વ મગજની તંદુરસ્તીનું પણ છે. મગજને તીવ્ર અને બનાવવા માટે અહીં આપણે કેટલીક સામાન્ય લાગતી પરંતુ મહત્ત્વની કસરતો વિશે ચર્ચા કરીશું.

મગજનો આભાર માનો

આપણું મગજ સતત કામ કરતું રહે છે. એક સર્વેક્ષણ અનુસાર પેન અને પેપર વડે મગજના કોષોને ચેતનવંતુ રાખી શકાય છે. યાદશક્તિની રચના માટે કથાઓ લખવી અને વાંચવી એ પણ એક જાતની કસરત જ છે. સંશોધન દ્વારા સાબિત થયું છે કે તમારા મગજને તેનાં રોજિંદા કાર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમે ખુશ અને રહો છો. રોજ તમારા મગજનો આભાર માનો.

કાર્યમાં બદલાવ લાવો

આપણું મગજ સતત એકનું એક કામ કરીને કંટાળી જાય છે. તેને આરામની જરૂર પડે છે, અથવા કઇંક નવું કામ આપવું પડે છે. જેમ આપણે રોજ એકની એક રસોઇથી કંટાળીએ છીએ, કઇંક નવું ખાવા જોઇએ છે , એજ રીતે આપણું મગજ પણ કઇંક નવું ઇચ્છે છે. કોઇપણ જાતના સકારાત્મક વિચારો તમારા મગજને તરોતાજા રાખવામાં મદદરૂપ થાય છે.

સામાજિક મેળાવડામાં જાઓ

મગજના જ્ઞાનતંતુઓને જાગૃત રાખવા, તમારા મિત્રો અને સગાંઓ કે જેની સાથે તમારા વિચારો મળતા હોય તેમની સાથે વાતચીત કરો. એકસરખાં શોખ ધરાવનારા લોકો સાથે વાતચીત કરવાથી મન ખુશ થાય છે, મગજની અંદર રહેલાં જ્ઞાનતંતુઓ ઍક્ટિવેટ થાય છે. એક સર્વેક્ષણ, અનુસાર સવારમાં સકારાત્મક વિચારોવાળી વ્યક્તિ સાથે વાતો કરવાથી આખો દિવસ કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, અને મન આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.

મેડિટેશન કરો

મગજને આરામ આપવા મેડિટેશન કરો. શક્ય હોય તો રોજ ધ્યાન ધરો અથવા અઠવાડિયામાં એક વખત ખાસ મેડિટેશન માટે સમય કાઢો. એ માટે તમારે કોઇ મંત્રો કે શ્ર્લોકો બોલવાની જરુર નથી, બસ આંખો બંધ કરીને બેસો ઉંડા શ્ર્વાસ લો . આવુ પાંચ થી દસ વખત કરો. ધ્યાન ધરવાથી મગજને આરામ મળે છે અને મન શાંત થાય છે. મગજમાં આવતાં ખરાબ વિચારો દૂર થાય છે. જેમ જેમ તમે મેડિટેશન કરો છો એમ તમારી અંદર પોઝીટીવ વિચારો આવવા લાગે છે. ધ્યાન ધરવાથી મગજમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને તમારા મગજમાં અન્ય માટે મદદરૂપ થવાની ભાવના જાગે છે. અજાણી વ્યક્તિને કોઇપણ જાતની અપેક્ષા રાખ્યા વગર મદદ કરવાથી મન સંતુષ્ટ થાય છે. લોકો સાથે મળવાથી અને વાતચીત કરવાથી મગજના ભાગો ઉત્તેજિત થાય છે.

કઇંક નવું શીખો

કઇંક નવું શીખવું એનો અર્થ એ નથી કે તમે નવી ભાષા શીખેા કે શબ્દકોષ અને પઝલ સોલ્વ કરો. તમને ગમતાં કોઇપણ ક્ષેત્રમાં કુશળતા મેળવવા નવું શીખતા રહો. આમ કરવાથી મગજના કોષો સક્રિય થાય છે અને શીખવાની ઉત્સુકતામાં વધારો થાય છે. કઇંક નવુ શીખવા મળશે એ ખયાલ માત્રથી મગજ ઉત્તેજિત થઇ જાય છે. આ ઉત્તેજના પણ એક જાતની કસરત જ છે. પરંતુ નવું શીખતી વખતે મન ભયભીત ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખો. ગમતી વસ્તુ શીખવા પહેલાં મનને સમજાવી તૈયાર કરો.આ પણ વાંચો :