આખી દુનિયામાં 33.4 મિલિયન લોકો એડ્સથી પીડિત છે અને દરેક વર્ષે 27 લાખ લોકો આનો ભોગ બની જાય છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓગ્રેનાઈઝેશનના મુજબ 2.5 મિલિયન એચઆઈવી પોઝિટીવ લોકોમાં 80,000 એ છે, જેમની વય 15 વર્ષથી પણ ઓછી છે. 9 વર્ષનો દાનિશ ભલે એંજિનિયર બનવા માંગતો હોય, પરંતુ એડ્સ નામની ઉધઈ તેના શરીરને અંદરથી ખોખલું બનાવી રહી છે. એક દિવસ એવો આવશે જ્યારે બીમારીથી હારેલુ તેનુ શરીર શ્વાસ લેવાનુ બંધ કરી દેશે. વાત કડવી છે પણ હકીકત છે.
જોશને કાબૂમા રાખો - એડ્સની ઓળખ 1981માં થઈ, ત્યારે ભારતમાં તેનો એક પણ રોગી નહોતો. ત્યારે ભારત આ બીમારીને કારણે પરેશાન નહોતુ. પરંતુ એક દાયકા પહેલા જ આ ભારતીય સમાજ અને સરકાર માટે સૌથી મોટી બીમારી બની ગયુ. દેશનુ કોઈપણ રાજ્ય આ બીમારીથી બચી શક્યુ નથી. આખી દુનિયામાં 27 લાખ લોકો ગયા વર્ષે આ રોગના સંક્રમણનો શિકાર થયા. 15-24 વર્ષના લોકોની સંખ્યા આમા 50 ટકાથી વધુ છે. ભારતમાં આ આંકડો વિચારવા લાયક છે. એક અરબની વસ્તીમાં સેક્સુઅલી એક્ટિવ લોકોની સંખ્યા 50 ટકાની નજીક છે. આવા સમયે યુવાનોને એડ્સ પ્રત્યે જાગૃત કરવા માત્ર એક સૂત્ર આપવાથી કામ નહી ચાલે. સરકાર અને સમાજે વધુ વિકલ્પો પર નજર નાખવી પડશે.