રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ડાયાબીટીશમાં સાવધાની

NDN.D

જો લોહીમાં ગ્લૂકોઝનું પ્રમાણ 50 મિલીગ્રામ ટકા કરતાં ઓછું હોય તો આને હાઈપોગ્લાઈસિમિયા કહે છે. આ ડાયાબિટિશ કરતાં પણ વધારે જાનલેવા અને ખુબ જ મુશ્કેલભરી હોય છે.

આમ તો હાઈપોગ્લાઈસિમિયાના ઘણાં કારણો હોય છે પરંતુ ડાયાબિટિશના દર્દીઓમાં આના મુખ્ય કારણો આ પ્રમાણે છે- ઇંસુલીન અને દવા લીધા બાદ ભોજન ન કરી શકાય.

ઇંસુલીન અને દવાની માત્રા આવશ્યકતા કરતાં વધારે માત્રામાં લીધી હોય અથવા ભુલથી બે વાર લેવાઈ ગઈ હોય.

જરૂરીયાત કરતાં વધારે પ્રમાણમાં કસરત અને વધારે કામ કે પછી બાળકો સાથે વધારે પડતી મસ્તી.

વધારે પડતાં દારૂને કારણે અને ભોજન ન અકરી શકવાને લીધે.

રીનલ ગ્લાયકોસૂરીયાનો ઈલાજ કરવા પર.

હાઈપોગ્લાઈસિમિયાના લક્ષણ

સૌથી પહેલાં તો ઉપરોક્ત પરિસ્થિતિઓ વિશે પુછો. આના લક્ષણો છે- પરસેવો થવો, ચક્કર આવવા, હાથ-પગ કાપવા, બેહોશ થઈ જવું, પક્ષાઘાત જેવી સ્થિતિ ઉત્પન્ન થવી. ઘણી વખત દર્દી કોમા જેવી સ્થિતિમાં પણ જતો રહે છે.

જો દર્દી હોશમાં હોય તો તેને ગ્લુકોઝનો શરબત પીવડાવો. બેહોશ થવા પર તરત જ ડોક્ટરને બતાવો. બેહોશ થયેલા દર્દીને મુખ દ્વારા કઈ પણ ન આપો.

ડાયાબિટિશના દર્દીઓએ આનાથી બચવું જોઈએ.

* અચાનક વધારે પડતો વ્યાયામ (એનો મતલબ એ નથી તમે વ્યાયામ જ ન કરો)

* ઇંસુલીન મોઢા દ્વારા ન લો.

* કોઇ પણ ઘાને ક્યારેય પણ ખુલ્લો ન છોડો.

* દવાની દુકાનથી કોઇ પણ સલાહ લીધા વિના ડાયાબિટિશની ગોળી ખરીદીને ન ખાશો.

* ભુખા ક્યારેય પણ ન રહેશો. ઉંચી એડીના ચંપલ અને ક્યારેય પણ ન પહેરો અને ખાસ કરીને જે ચંપલ ડંખતા હોય તે ન પહેરો.

* કોઇ પણ અકસ્માત વખતે ડાયાબિટિશની વાત છુપાવાશો નહી.

આનો પ્રયોગ પણ ઓછો કરો-

* ચીકુ, સીતાફળ, ખાંડ, ગોળ, મધ વગેરે.

* ફળોના રસની જ્ગ્યાએ ફળોનો જ ઉપયોગ કરો.

* જબેલી, ગુલાબજાંબુ, માવાની બનાવટો વગેરે.

* તમાકૂ, સિગારેટ, દારૂ, પાન મસાલાથી દૂર રહો.