રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

સુર્યના કિરણો દ્વારા સ્વાસ્થ્ય બનાવો

W.DW.D

સવારે સવારે ખુલ્લા શરીરે 20 મિનિટ સુધી સુર્ય કિરણોમાં બેસીને દરેક ઋતુમાં સ્વાસ્થ્યનો લાભ લઈ શકાય છે પરંતિ શિયાળામાં સુર્યની કિરણો થોડીક વધારે સારી લાગે છે.

વૈજ્ઞાનિક તથ્ય
ભારતીય ધર્મ અગણિત સદીઓથી સુર્યને જીવનદાતા માનતો આવ્યો છે. પરંતુ હવે વૈજ્ઞાનિક પણ સુર્યની વિલક્ષણ રોગ-નિવારણ શક્તિઓને લોખંડ માનવા લાગ્યા છે. બ્રિટિશ વૈજ્ઞાનિક ડો. ડબલ્યૂ. એમ.ફ્રેજરે પોતાની ટેક્સ્ટ બુક ઓફ પબ્લિક હેલ્થમાં લખ્યું છે કે સુર્યની કિરણોમાં જીવાણુઓને નષ્ટ કરનાર અદભુત શક્તિ છે.

સુર્ય કિરણોમાંથી વિટામીન-ડી મેળવી શકાય છે જે માનવ શરીરના હાડકાઓને મજબુત બનાવવામાં સહાય કરે છે. આ જ રીતે ફ્રાંસના હદય રોહ વિશેષજ્ઞ માર્સેલ પોગોલોનું અહીંયા સુધી માનવું હતું કે સુર્ય અને માનવ હદયનો અતુટ સંબંધ છે. તેમના અનુસાર સૌર-મંડળમાં તોફાન આવતાં પહેલાં થનાર હદય રોગની સંખ્યામાં તોફાનો આવ્યા બાદ ચાર ગણો વધારે ફાયદો થાય છે.

રોગોમાં ફાયદાકારક
અમેરીકી ડોક્ટર હાનેશનું માનવું છે કે શરીરમાં લોહત્વની ઉણપ, ચામડીનો રોગ, સ્નાયુઓની નિર્બળતા, કમજોરી, થકાવટ, કૈંસર, માંસપેશીઓની ઋણતાનો ઈલાજ સુર્યના કિરણોના યોગ્ય પ્રયોગથી કરી શકાય છે ત્યાં જ ચાર્લ્સ એફ.હૈનેન અને એડવર્ડ સોનીએ પોતાના રિચર્સ દ્વારા એ સિધ્ધ કરી દિધું હતું કે સુર્યના કિરણો બહારની ત્વચા પર જ પોતાનો પ્રભાવ નથી પાડતી પરંતુ શરીરના અંદરના ભાગોમાં જઈને તેમને સ્વસ્થ્ય બનાવવાની કામગીરી કરે છે.

ઉપાય
પરસેવો આવ્યા બાદ તડકામાં બેસવું નહિ.
બપોર બાદ સુર્યના તડકામાં બેસવાનું એટલું મહત્વ નથી.