શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. હોળી-ધૂળેટી
Written By સમય તામ્રકર|

રંગબેરંગી ફિલ્મો

IFM
રંગોને ઉત્સાહ, ઉલ્લાસ અને ખુશીઓનો પર્યાય કહી શકાય છે. તેથી રંગોના તહેવાર પર ચારે બાજુ ખુશીઓ જોવા મળે છે. ફિલ્મવાળાઓને રંગીલા કહેવાય છે . જીવનના દરેક રંગ તેમની ફિલ્મોમાં જોવા મળે છે. લ્લ્લ

ખુશીઓનો રંગ, જોશનો રંગ, દેશભક્તિનો રંગ, હાસ્યનો રંગ,પીડાનો રંગ તેમની ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મોમાં હોળીના દ્રશ્યો અને ગીતો સમય સમય પર જોવા મળે છે. ફિલ્મોના નામમાં પણ રંગોએ પોતાનો રંગ જમાવ્યો છે. આવો ચર્ચા કરો ફિલ્મોની જેમનુ નામ રંગોથી સજેલુ છે.

હોળી પર ગુલાલ અને લાલ રંગ સૌથી વધુ વપરાય છે તેથી શરૂઆત આ રંગથી જ કરીએ. લાલ બંગલા(1966), લાલ કિલા(1961), લાલ પત્થર(1972) અને લાલ હવેલી(1944) પોતાના નામથી જ રહસ્યમય ફિલ્મોનો આભાસ કરાવે છે. લાલ દુપટ્ટા(1948) અને લાલ ચુનરિયા(1983)મા લાલ શબ્દનો ઉપયોગ રોમાંસ માટે કરવામાં આવ્યો છે.

કેટલાક નામ તો ઘણા વિચિત્ર છે જેવા કે લાલ બાદશાહ(1999). લાલ ચિઠ્ઠી(1935) અને લાલ ચિતા(1935) રાણી અને લાલ પરી(1975), લાલ પરી (1954) અને લાલ બુઝક્કડ(1938) પણ ફિલ્મોમાં જોવા મળી. આ સિવાય લાલ સલામ(2002), કાલી ટોપી લાલ રૂમાલ(1959) અને લાલ બત્તી(1957) જેવી ફિલ્મો પણ રજૂ થઈ ચૂકી છે, જેમના નામમાં લાલ છે.
IFM

કેટલાક લોકોને તો હિન્દી પસંદ નથી તેથી તેમણે પોતાની ફિલ્મોમાં 'રેડ' શબ્દનો ઉપયોગ કર્યો. રેડ રોજ (1980), રેડ સિગ્નલ (1941), રેડ સ્વસ્તિક(2007) અને રેડ(2007)નામની ફિલ્મો દર્શકોને જોવા મળી, આ વાત જુદી છે કે આ ફિલ્મો જોઈને દર્શકો રેડ થઈ ગયા.

ભૂરા રંગનુ પણ એક જુદુ જ મહત્વ છે. આનાથી વિશાળતાનો આભાસ થાય છે. નીલા આકાશ(1965), નીલ કમલ(1947,1968), નીલા(1935), નીલમ પરી(1952), નીલ મણિ(1957), નીલી આંખે(1962) અને
નીલમ(1945) નામની ફિલ્મો જોવા મળી. 'બ્લૂ' નામની ફિલ્મ તો આવવાની છે, જ્યારે કે બ્લૂ અમ્બ્રેલા(2004)અને હૈદરાબાદ બ્લૂઝ(1998) જેવી ફિલ્મો પ્રદર્શિત થઈ ચૂકી છે.

કાળા રંગને ભલે અશુભ મનાતો હોય, પણ ફિલ્મી લોકોને તો આ ખૂબ પસંદ છે. કાલા કે બ્લેક શબ્દ જોડવાથી કોઈ પણ શબ્દનો અર્થ બદલાય જાય છે. એક નિર્માતા એ તો સમુદ્રને જ કાળો કરી નાખ્યો હતો અને આ ફિલ્મનુ નામ રાખ્યુ કાલા સમંદર (1962) તો કોઈને પર્વત જ કાળો દેખાયો અને તેમણે પોતાની ફિલ્મનુ નામ રાખ્યુ કાલા પર્વત (1971)

IFM
કાલા ઘોડા (1963), કાલા સોના(1975), કાલા આદમી(1978), કાલા પત્થર(1979), કાલા પાની(1958, 1980), કાલા ધંધા ગોરે લોગ(1986), કાલા બજાર(1960, 1989) કાલા કોટ (1993), કાલા સચ(1995), સજા-એ-કાલા પાની(1996) કાલા ચોર (1956),કાલા આદમી(1978), ગોરા ઔર કાલા (1972), દાલ મેં કાલા(1964) અને કાલા ચશ્મા(1962) જેવા રોચક નામો પણ ફિલ્મોના મૂકવામાં આવ્યા છે.

બ્લેક શબ્દ પણ પ્રચલનમાં રહ્યો છે. બ્લેક બોક્સ(1936), બ્લેક આઉટ(1942), બ્લેક કેટ(1959), બ્લેકમેલર(1959), બ્લેક રાઈડર, બ્લેક ટાઈગર(1960), બ્લેક શેડો(1963), બ્લેક એરો(1969), બ્લેકમેલ(1973,2005) બ્લેક(2005) બ્લેક ફ્રાયડે(2007) જેવી ફિલ્મોમાં બ્લેક શબ્દનો ઉપયોગ ફિલ્મના પ્રભાવને વધારવા માટે કરવામાં આવ્યો હતો. એક નિર્માતાએ બિપાશાના નામ પર જ ફિલ્મ બનાવી નાખી - બિપાશા ધ બ્લેક બ્યૂટી(2006).

બ્લેક જ્યાં અંધારાનુ પ્રતિક છે ત્યાં વ્હાઈટ પ્રકાશનુ. તેથે કેટલાક ફિલ્મકારોએ આ બંને રંગોનુ નામ એક સાથે વાપરવામાં આવ્યુ છે. તાજેતરમાં જ સુભાષ ઘઈની 'બ્લેક એંડ વ્હાઈટ' રજૂ થઈ છે. મિ. બ્લેક મિ. વ્હાઈટ અને ધ બેલ્ક એંડ વ્હાઈટ ફેક્ટ જેવે ફિલ્મો રજૂ થવાની છે.

સફેદ રંગ પર શ્વેત : ધ વ્હાઈટ રેનબો (2005), વ્હાઈટ નોઈઝ(2005) રજૂ થઈ ચૂકી છે. 1977માં સફેદ શબ્દવાળી બે ફિલ્મો રજૂ થઈ. 'સફેદ જૂઠ' અને 'સફેદ હાથી' સફેદ સવાર(1941)માં જોવા મળી હતી.

ગુલાબી(1966) અને ગાલ ગુલાબી નેન શરાબી'(1974) નામની બે ફિલ્મોમાં ગુલાબી રંગ જોવા મળ્યો. બીજી બાજુ લીલા રંગ પ્ર 'હરે કાઁચ કી ચૂડિયાઁ'(1967)નુ નામ આ સમયે યાદ આવી રહ્યુ છે.

રંગથી બધા રંગોનો આભાસ થાય છે. આથી ફિલ્મોના નામમાં રંગ શબ્દ ખૂબ જોવા મળ્યા. રંગ શબ્દથી જુદા-જુદા અર્થ નીકળે છે. દેશભક્તિનો રંગ, રંગ દે બસંતી(2006) અને તિરંગા(1993)માં જોવા મળી.

કોઈને દુનિયા મતલબી દેખાઈ તો તેમણે પોતાના ફિલ્મનુ નામ મૂક્યુ બે રંગી દુનિયા(1933) તો કોઈને દુનિયા સારી લાગી તો તેમણે ફિલ્મનુ નામ મૂક્યુ રંગીન જમાના(1948).

થોડા વધુ ઉત્સાહવાળા કે જેમના ચરિત્રમાં ખોટ હોય તેને માટે મોટાભાગે રંગીલા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તેથે રંગીલા રાજપૂત(1933)રંગીલા નવાબ (1935), રંગીલા મજદૂર(1938) રંગીલા જવાન(1940) રંગીલા દોસ્ત(1944) રંગીલા મુસાફિર (1950), રંગીલા (1952, 1995), રંગીલા રાજા (1960) રંગીલા રતન(1976), રંગીન રાત(1956)અને રંગીન કહાની (1947) જેવા નામથી જ ફિલ્મની વાર્તાનો આભાસ થઈ જાય છે.

રંગ શબ્દનો પ્રયોગ ઘમંડને માટે પણ વાપરવામાં આવે છે, તેથી અપને રંગ હજાર(1975) અને રંગબાજ(1996)નામની ફિલ્મો પણ આવી. એક્શન અને સામાજિક ફિલ્મોના નામમાં પણ રંગ આવ્યો, જેમકે લહૂ કે દો રંગ(1997, 1979) કુરબાની રંગ લાયેગી(1991) મહેંદી રંગ લાયેગી (1982) અને યે ખૂન રંગ લાયેગા(1970)
IFM

આ સિવાય સાત રંગ કે સપને(1998), રંગ(1993), રંગ-બિરંગી(1983), રુત રંગીલી આઈ(1972), રંગોલી (1962), નવરંગ(1959), રંગીલા રાજસ્થાન (1949) અને રંગ મહેલ(1948)માં પણ રંગ છવાયેલો રહ્યો.

જો કે તહેવાર હોળીનો છે તેથી હોળી નામની ફિલ્મો પર પણ નજર નાખી લઈએ. હોલી(1940,1984), હોલી આઈ રે(1970), સિન્દૂરકી હોલી(1996) નામની ફિલ્મો રજૂ થઈ ચૂકી છે અને કર્મા, કંફેશન એંડ હોલી રજૂ થવાની છે.

અમે તો રંગોને લગતા આટલા જ નામ યાદ છે, આ સિવાય તમને રંગ કે હોળી સંબંધિત કોઈ ફિલ્મનુ નામ યાદ હોય તો અમને જરૂર જણાવજો.