ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By

beauty tips -હોળી રમતા પહેલા આટલું જરૂર ધ્યાન રાખજો..

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ રંગોથી ભરેલો એક એવો તહેવાર છે જેના રંગમાં રંગાઇ જવું બધાને ગમતું હોય છે. પણ જેમ દિવાળીમાં ફટાકડાં ફોડતી વખતે, ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે સાવધાની રાખવાની જરૂર હોય છે તેમ હોળી રમતી વખતે પણ કેટલીક ચોક્કસ કાળજી રાખવી અત્યંત આવશ્યક હોય છે. આજકાલ આ તહેવારમાં વપરાતા રંગોમાં વિવિધ રસાયણો હોવાથી તહેવારમાં મોજમસ્તી કર્યા પછી ત્વચાએ ઘણું સહન કરવું પડે છે. જૂના જમાનામાં લોકો હળદર, ચંદન, ગુલાબ વગેરેથી હોળી રમતા હતા જેનાથી ત્વચાને ફાયદો થતો હતો, પણ આજે પરિસ્થિતિ સાવ ઉલટાઇ ગઇ છે. રાસાયણિક રંગો તમારી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે. આવામાં સાવધાની દાખવવી બહુ જરૂરી હોય છે. આવા રંગોમાં ભળેલા રસાયણો અને ઝેરી તત્વો ત્વચા, નખ અને મોઢા મારફતે શરીરમાં પહોંચીને શરીરના અંદરના હિસ્સાને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ, હોળી રમતા પહેલા શું-શું સાવધાની રાખશો...

 
 


1. આપણે હોળીના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને બીજા દિવસે ધૂળેટી નિમિતે હોળી રમીએ છીએ. આ દિવસે તમારું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. તમે કપડાની અંદર સ્વિમ સુટ પહેરશો તો સૌથી સારું. આનાથી રસાયણયુક્ત રંગો અંદર નહીં જઇ શકે.

2. હોળી રમતા પહેલા તમારા શરીર પર તેલ કે મોઇશ્ચ્યુરાઇઝર લગાવી દો અને 15 મિનિટ સુધી શરીરને તે શોષી લેવા દો. બાદમાં શરીર પર વૉટરપ્રૂફ સનસ્ક્રીન લોશન લગાવ્યા પછી હોળી રમો.

3. હોળી રમતી વખતે વાળનું તો ખાસ ધ્યાન રાખવું પડે છે. તમારા વાળમાં એક સારું તેલ લગાવો જેથી હોળી રમતી વખતે વાળમાં ચોંટેલો રમગ બાદમાં સરળતાથી ધોવાઇ જાય. ઇચ્છો તો રમતી વખતે ટોપી પણ પહેરી શકો છો. વાળ સિવાય હોઠોને નુકસાનકારક રંગોથી બચાવવા માટે તેના પર લિપ બામ લગાવવાનું ભૂલશો નહીં.

4. નખ પર જ્યારે પાકા રંગ ચઢી જાય છે ત્યારે તે જલ્દી સાફ નથી થતાં. માટે નખ અને તેની અંદર પણ વેસેલિન લગાવો. આનાથી નખમાં રંગ ઉતરશે નહીં. આ સિવાય મહિલાઓ માટે સૌથી સરળ માર્ગ છે નેલ પોલિશ. જી હા, નેલ પોલિશ લગાવેલી હશે તો પણ નખની અંદર રંગ નહીં ચોંટે.