મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2019 (13:27 IST)

હોળાષ્ટક પર કયા શુભ કાર્યો કેમ ન કરવા જોઈએ ?

હોળી તહેવારનુ નામ સાંભળતા જ આપણી ચારેય બાજુ રંગ બેરંગી ચેહરા, ઉલ્લાસ, ઉમંગ અને ખુશીથી ભરપૂર લોકો દેખાવવા માંડે છે. હોળીનુ ફીલ થવા માંડે છે. રંગ બેરંગી હોળીના પહેલા દિવસે હોલિકાનુ દહન કરવામાં આવે છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આટલી ઉમંગ અને ઉલ્લાસથી ભરેલ આ તહેવારથી આઠ દિવસ પહેલા જ લોકો શુભ કાર્ય કેમ નથી કરતા ? જ્યોતિષમાં હોળીથી આઠ દિવસ પહેલા શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે.  હોળી પહેલા આ આઠ દિવસને હોલાષ્ટ્ક કહે છે.  આ વર્ષે હોલાષ્ટક 13 માર્ચથી શરૂ થઈ રહ્યુ છે. જે હોલિકા દહન (20 માર્ચ 2019) સુધી રહેશે.  આવો જાણીએ જ્યોતિષ મુજબ હોલાષ્ટકમાં શુભ કાર્યો ન કરવાનુ કારણ