હોળીનો આ ચંદ્ર ટોટકા , આપશે ધન અને મનગમતી સફળતા

Last Modified મંગળવાર, 23 માર્ચ 2021 (19:14 IST)
જો તમે મોટી આર્થિક
સમસ્યાથી ગ્રસ્ત છો, તો હોળી પર આ ચંદ્ર ટૉટકા જરૂર કરવું. હોળીની રાત્રે ચંદ્રોદય થયા પછી તમારા ઘરના ધાબા કે ખુલ્લી જગ્યાથી ચાંદ નજર આવે ત્યાં ઉભા થઈ જાઓ. પછી ચંદ્રમાને સ્મરણ કરતા ચાંદીની પ્લેટમાં સૂકા ખજૂર અને થોડા મખાણા રાખી શુદ્દ ઘી નો દીવો સાથી ધૂપ-અગરબતી અર્પિત કરો.

હવે દૂધથી અર્ધ્ય આપો. અર્ધ્ય આપ્યા પછી કોઈ સફેદ પ્રસાદ કે કેસર મિશ્રિત સાબૂદાણાની ખીર અર્પિત કરો. ચંદ્રમાથી આર્થિક સંકટ દૂર કરી સમૃદ્ધિ આપવાનો નિવેદન કરો. પછી પ્રસાદ અને મખાણાને બાળકોમાં વહેંચી નાખો.

પછી સતત આવતી દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધનો અર્ધ્ય જરૂર આપવા. થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે આર્થિક સંકટ દૂર થઈ સમૃદ્ધિ સતત વધી રહી છે.


આ પણ વાંચો :