સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (15:24 IST)

Holi 2022- હોળીના દિવસે કેમ કરાય છે ભાંગ સેવન, જાણો તેનો ધાર્મિક મહત્વ

હોળી (Holi 2022) નો શુભ તહેવાર આખા દેશમાં જોશની સાથે ઉજવાય છે. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચને ઉજવાશે. હોળીનો તહેવાર બુરાઈ પર સત્યની જીતનો 
 
પ્રતીક છે. દરેક વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો એકત્ર હોય છે રંગોથી રમે છે નાચે છે. સ્વાદિષ્ટ વ્યંજન ખાય છે અને એક બીજાને શુભેચ્છા આપે છે તેમજ ભાંગના વગર 
 
હોળીનો તહેવાર અધૂરો જ ગણાય છે. આ દરમિયાન ભાંગનો સેવન પણ કરાય છે. ભાંગનો સેવન આ દિવસે જુદા-જુદા રીતે કરે છે . તેમાં ભાંગની લસ્સી, ભાંગના ભજીયા, 
 
ભાંગમી ઠંડાઈ અને ભાંગની ગુજિયા વગેરે શામેલ છે. 
 
ભાંગનો ધાર્મિક મહત્વ 
એવુ માનવુ છે કે સમુદ્ર મંથનના દરમિયાન જે ઝેર નિકળ્યુ હતુ તે શિવએ ગળાની નીચે નહી ઉતરવા દીધું. આ ઝેર ખૂબ ગરમ હતો. આ કારણે શિવને ગરમી લાગવા લાગી. 
 
શિવ કૈલાશ પર્વત પર ચાલી ગયા. ઝેરની ગર્મીને ઓછુ કરવા માટે શિવને ભાંગનો સેવન કર્યો. ભાંગને ઠંડુ ગણાય છે. ત્યારબાદ ભગવાન શિવને ભાંગ ખૂબ પસંદ છે. 
 
ભગવાન શિવની પૂજાના દરમિયાન ભાંગનો ઉપયોગ પણ કરાય છે એવુ માનવુ છે કે ભાંગના વગર શિવની પૂજા અધૂરી છે. કહેવાય છે કે શિવ પૂજામાં ભાંગ અર્પિત કરવાથી 
 
ભગવાન શિવ પ્રસન્ન હોય છે ભાંગની સાથે ધતૂરો અને બિલીપત્ર પણ અર્પિત કરાય છે. 
 
હોળીના દિવસે શા માટે કરાય છે ભાંગનો સેવન 
ધાર્મિક માન્યતાઓ મુજબ હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની મિત્રતાના પ્રતીકના રૂપમાં ભાંગનો સેવન કરે છે. હકીકતમાં આવુ ગણાય છે કે ભક્ત પ્રહલાદને 
 
મારવાની કોશિશ  કરનાર હિરણ્યકશ્યપનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો રૂપ લેવાય છે. પણ હિરણ્યકશ્ય્પનો સંહાર કર્યા પછી ક્રોધિત હતા. તેને શાંત કરવા 
 
માટે ભગવાન શિવએ શરભ અવતાર લીધુ હતુ તેને પણ એક કારણ ગણયા છે કે હોળીની દિવસે ભાંગનો સેવન શા માટે કરાય છે.