શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : મંગળવાર, 19 માર્ચ 2024 (14:45 IST)

Holika Dahan 2024: આ લોકોએ ભૂલથી પણ ન જોવુ જોઈએ હોલિકા દહન, ભવિષ્યમાં થશે પરેશાની

holi 24
holi 24
 
Holika Dahan 2024: આ વર્ષે 24 માર્ચના રોજ હોળી દહન છે. બીજી બાજુ 25 માર્ચના રોજ ધુળેટી ઉજવાશે.. હોળીના એક દિવસ પહેલા હોળી દહન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળીની જેમ હોળી દહનનુ પણ ખૂબ મહત્વ છે. હોળીના થોડા દિવસ પહેલા લોકો લાકડી, છાણા અને સાવરણીને એક સ્થાન પર ભેગી કરે છે અને હોળી દહ નની રાત્રે આ વસ્તુઓને અગ્નિના હવાલે કરે દે છે. માન્યતા છે કે હોળી દહનની અગ્નિમાં આહુતી આપવાથી જી વનની નકારાત્મકતા સમાપ્ત થાય છે. સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે.  જો કે હોળી દહનની પૂજા કેટલીક વાતોનુ ધ્યાન રાખવ પણ ખૂબ જરૂરી હોય છે.  સાથે જ કહેવાય છે કે  હોળી દહન સમયે કેટલાક લોકોએ તેની અગ્નિ ન જોવી જોઈએ.  આવો જાણીએ કે કયા લોકોએ અને કેમ હોળીની અગ્નિ ન જોવી જોઈએ. 
 
 
નવવિવાહિત છોકરીઓ ન જુએ હોળી દહન 
માન્યતાઓના મુજબ જે યુવતીઓને નવા-નવા લગ્ન થયા છે તેમણે પ્રગટતી હોળી ન જોવી જોઈએ. નવવિવાહિતા સ્ત્રીઓને લગ્ન પછી પહેલી હોળી પર હોળીકા દહન જોવુ અને તેની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. 
 
કેમ ન જોવી જોઈએ પ્રગટતી હોળી ?
એવી માન્યતા છે કે હોળીમાં તમે જૂના વર્ષને સળગાવો છો અને તેના બીજા દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે. હોળી દહનની અગ્નિને સળગતી જોવી એ સળગતા શરીરનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી નવા પરણેલા સ્ત્રીઓએ હોળીને પ્રગટતી જોતા બચવુ જોઈએ. 
 
ગર્ભવતી મહિલાઓ રાખે આ વાતનુ ધ્યાન 
હોળી દહનની રાત્રે હોળીને અગ્નિના હવાલે કરતા પહેલ તેની પૂજા અને પરિક્રમા કરવામાં આવે છે. પણ ગર્ભવતી મહિલાઓએ હોળીની પરિક્રમા ન કરવી જોઈએ. આવુ કરવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે સારુ નથી માનવામાં આવતુ. 
 
નવજાત બાળકોને પણ રાખો દૂર 
માન્યતા છે કે જે સ્થાન પર  હોળી દહન કરવામાં આવે છે ત્યા નકારાત્મક શક્તિઓનો ખતરો રહે છે. આવામાં નવજાત બાળકોને હોળી દહનવાળા સ્થાન પર ન લઈ જાવ. તેનાથી બાળકને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.