રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (11:10 IST)

Holi Special- ચોખાના લોટની ચકરી

Chakali Recipe
સામગ્રી:
2 કપ ચોખાનો લોટ
1/2 કપ અડદની દાળનો લોટ
1 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન અજમો 
એક ચપટી હીંગ
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી ગરમ તેલ
જરૂર મુજબ પાણી
તેલ
 
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, વાટેલી દાળ નાખો , હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો. ત્યારબાદ તલ, હળદર, લાલ મરચું, હીંગ, મીઠું તથા દહીં અથવા  ક્રીમ અથવા મલાઈ ગમે તે લઈ શકો બધુ બરાબર મીક્સ કરી લો, તેમાં બે ચમચી ગરમ તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લો. તમે તેમા બટર પણ નાખી શકો છો.

હવે હાથથી મસળીને જુઓ કે મુઠ્ઠી વળે એવો લોટ થઈ જવો જોઈએ. મુઠ્ઠી ન વડે તો મોણ ઓછુ છે એમ કહેવાય વળે તો મોણ બરાબર કહેવાય.  હવે કુણા પાણી વડે લોટ બાંધી લો. લોટ મીડિયમ રહેવો જોઈએ. હવે 10 મિનિટ માટે રાખો. 10 મિનિત પછી ચકરી પાડવાના સંચાની મદદથી એક પ્લાસ્ટિક પર ચકરી પાડી લો. 
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.  તેલ એ રીતે ગરમ કરો કે ચકલી થોડીવાર પછી ઉપર આવે. જો વધારે ગરમ કરશો તો તે ઉપરથી કડક અને અંદરથી કાચી લાગશે.  ચકરી તળવામાં આ ખાસ ધ્યાન રાખવું. બસ તૈયાર છે તમારી બજાર જેવી સોફ્ટ અને કુરકુરી ચકરી. 

Edited By-Monica sahu