હોળીના દિવસે આટલુ કરવાથી તમારી તમામ ઈચ્છા પુરી થશે

Last Updated: ગુરુવાર, 5 માર્ચ 2015 (17:29 IST)
હોળીનો દિવસ આમ તો મોજ મસ્તીનો હોય છે. પણ તેને ફક્ત મોજ મસ્તીમાં જ ન વીતાવવો જોઈએ. આ દિવસે જો તમે સંકલ્પ લઈને રોજ 10થી 15 મિનિટ સાધના પર ધ્યાન આપશો તો તમારી દરેક ઈચ્છા પુરી થઈ શકે છે.
ભલે એ ચાહત ધનવાન બનવાની હોય કે પછી કંઈક બીજી.

ધ્યાનની વિધિ
1. આરામથી બેસી જાવ. તમારુ માથુ અને રીઢ એકદમ સીધી અવસ્થામાં હોવા જોઈએ. તમારી આંખોને બંધ કરો. તમારા અંત મનમાં જાગૃત થવાનો પ્રયત્ન કરો. જો તમે કોઈની અંદર વિશ્વાસ કરો છો તો આ સમય છે જ્યારે તમે તમારા ઈશ્વર, ગુરૂ, શિક્ષક ઉપદેશક કે કોઈ પણ અન્ય ધાર્મિક વ્યક્તિને મદદ માટે અનુરોધ કરી શકો છો.

2. ઉંડો શ્વાસ લો. અને નિયંત્રિત કરો. હવે તેનો પ્રવાહ જુઓ અને ધીરે ધીરે બહાર છોડો. આવુ ત્રણ મિનિટ સુધી કરો.

3. હવે શ્વાસ છોડતી વખતે તમારા મનમાં ઓમ શબ્દનુ ઉચ્ચારણ કરો. ૐ બોલો. ઈલેક્ટ્રોનસિફૈલોગ્રાફના અભ્યાસથી જાણવા મળ્યુ છે કે શાંત ચિંત્ત થઈને ઓમ શબ્દને વારંવાર બોલવાથી મસ્તિષ્કના તરંગોને આરામ મળે છે. જેનાથી કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે.

4. શક્ય છે કે તમે કોઈ વિચાર કે સ્વપ્નની ઊંડાણમાં જઈ રહ્યા છો. જ્યારે તમે આ રીતે અભ્યાસ કરો છો જ્યારે આવુ થવા માંડે ત્યારે જુઓ કે તમે શુ વિચારી રહ્યા છો.
આ રીત પર પરત આવી જાવ ને ઓમ બોલતા શ્વાસ છોડો.

5. પંદર મિનિટ સુધી ધ્યાન કરવાથી તમારા મસ્તિષ્ક ખૂબ સ્થિર થઈ જશે. હવે તમારી આંખોને બંધ કરી લો. અને તમારી આઈબ્રોના મધ્યમાં આવેલ બિંદુ પર આરામપૂર્વક ધ્યાન કેન્દ્રીત કરો. આ ત્રીજી આંખનુ સ્થાન છે. અને આ એ ઉર્જાનુ પ્રવેશદ્વાર છે જેના દ્વારા તમે સીધા વિચારો પર ધ્યાન આપી શકો છો. અને તમારા લક્ષ્યને ઉર્જાથી ભરી દો છો.

આ સ્થિતિથી અસાવધાન રહો છો. હવે તમારા લક્ષ્ય વિશે જુઓ. તમે કલ્પના કરી શકો છો એ વ્યક્તિ એવો જ દેખાય અને ત્યારે વિચારો કે એ વ્યક્તિની સ્થિતિ વિશે (પાંચ મિનિટ કે તેનાથી વધુ) ત્યારે આ બંને તકનીક કામ કરવી શરૂ કરી દેશે. જો તમે જિજ્ઞાસુ છો અને મુશ્કેલ વસ્તુઓ જોઈ શકો ક હ્હો.
એ વ્યક્તિ અને એ સ્થિતિ વિશે જુઓ. જો તમે વિશ્વાસ કરો છો તો તમાર ઈષ્ટ દેવનો આભાર માની તમારી આંખો ખોલી લો.
તમે જોશો કે તમને ખુશી અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.

જ્યા સુધી તમને પરિણામ ન મળે તમે આ પ્રક્રિયાને અઠવાડિયામાં અનેકવાર દોહરાવી શકો છો. જો તમારુ લક્ષ્ય મોટુ છે. પ્રાણના માધ્યમથી સારી શક્યતાઓની સાથે તમે તમારા લક્ષ્યને સારી રીતે મેળવી શકશો.


આ પણ વાંચો :