1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

અજમાના અસરકારી ગુણો

N.D
અજમાના ઔષધીય પ્રયોગો ઘણા પ્રકારે કરવામાં આવે છે. ખાસ કરીને અપચો અને વા ને લગતાં દોષોથી બચવા માટે. આ સિવાય અજમાના બીજા પણ કેટલાયે પ્રકારના પ્રયોગો છે. જેમને મદ્યપાનની આદત હોય તેમણે રોજ બે વખત, એક ચાની ચમચી જેટલુ અજમાનું સેવન કરવાથી લાભ થઈ શકે છે. આના સુગંધિત તત્વો દારૂ માટે જે તડપ જાગે છે તેનાથી દૂર રાખવાનું કામ કરે છે. કાનમાં દુ:ખાવો થતો હોય તો અજમાના તેલનું એક ટીંપુ કાનમાં નાંખવાથી આરામ થાય છે. પેટમાં દુ:ખાવો થતો હોય તો તેને માટે પણ લાભદાયી છે. સુકી ઉધરસ થઈ હોય તો પાનના પત્તાની સાથે થોડીક માત્રામાં અજમો લેવાથી ફાયદો થઈ શકે છે. વરિયાળી અને અજમો એક સારા માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. આર્થરાઈટિસના દર્દીઓને પગમાં દુ:ખાવો થતો હોય તો અજમાના તેલની માલિશ રાહત પહોચાડે છે. અજમાના આ બધા જ પ્રયોગો લાભદાયી છે અને સામાન્ય રીતે આનો પ્રયોગ કરી શકાય છે પરંતુ કોઈ ખાસ પરિસ્થિતિમાં પર્યાપ્ત માર્ગદર્શન અને સલાહની સાથે જ આનું સેવન કરવું.