1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:50 IST)

કેટલાક અસકારક 10 ઘરેલુ ઉપાયો, જે મોંઘી દવાઓ કરતા વધુ અસરદાર છે

સામાન્ય રીતે ઈનડાયજેશન, ગેસ, અપચો કે ઠંડી લાગવા જેવા સામાન્ય કારણોથી પેટમાં દુખાવો થાય છે. આ માટે બજારની મોંઘી અને સાઈડ ઈફેક્ટવાળી દવા ન લેતા ઘરેલુ નુસ્ખા અજમાવવા વધુ લાભકારી છે.  આવો આજે જાણીએ પેટના દુખાવામાં આરામ માટે કેટલાક ઘરેલુ ઉપાયો જે મોંઘી દવાઓ કરતા વધુ અસરદાર છે. 
 
ગેસ્ટ્રિકને પ્રોબ્લેમને કારણે પેટમાં થતા દુખાવાથી મુક્તિ મેળવવા માટે વરિયાળી ચાવવાથી કે વરિયાળીમાં પાણી નાખી ઉકાળી એ પાણી પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 
 
- ઈનડાયેજેશનને કારણે પેટમાં તકલીફ હોય તો એક ચમચી આદુના રસમાં એક ચમચી લીંબૂનો રસ અને થોડુ મધ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. 
 
- અપચો થયો હોય તો અજમો ચાવો અથવા અજમો નાખીને પાણી ઉકાળો પછી એ પાણી પી જાવ. 
 
- હિંગને થોડુ સેકીને ખાવાથી કે પાણીમાં લેપ બનાવીને પેટ પર લગાવવાથી ગેસ, કબજિયાતને કારણે થતો પેટનો દુખાવામાં રાહત મળે છે. 
 
- અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા અને થોડુ સંચળ નાખો અને તેમા લીંબૂનો રસ નીચોવીને તરત પી લો. 
 
- દહીમાં મેથી દાણાનો પાવડર નાખીને મિક્સ કરીને ખાવાથી પેટૅના દુખાવામાં રાહત મળે છે. 
 
- ઠંડી લાગવાથી પણ પેટની નસો સંકોચાય જાય છે ને પેટમાં દુખાવો થાય છે., આવામાં પેટ પર સેક કરવાથી રાહત મળે છે. 
 
- જીરાને સેકીને તેને કકરો વાટી લો. એક ચમચી આ જીરા પાવડર કુણા પાણી સાથે પી લો. તમે સેકેલુ જીરુ ચાવીને પણ ખાઈ શકો છો. 
 
- ફુદીનાની ચા માં થોડો લીંબુનો રસ અને ચપટી સંચળ નાખીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે.