શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 27 મે 2017 (14:43 IST)

Home Remedies - Mangoના આવા ઉપયોગથી આ રોગો દૂર થઈ જાય છે

ઉનાળામાં કેરીનો ખાટો મીઠો સ્વાદ બધાને ભાવે છે. જુદા જુદા રાજ્યમાં જુદા-જુદા પ્રકારના કેરી થાય છે. દરેક રાજ્યમાં  કેરીનો  સ્વાદ જુદો જુદો  હોય છે. જ્યાં એક બાજુ કાચા કેરીના અથાણું , મુરબ્બો અને ઘણા સ્વાદિષ્ટ  પેય પદાર્થ બનાવાય છે તો બીજી બાજુ પાકી કેરીનો સ્વાદ ભોજન સાથે લેવામાં આવે છે. 
 
 
પાકી  કેરીનો  રસ ભોજન સમયે એક પારંપારિક રીતે પીરસાય છે. કેરીના ફળ સિવાય એના ઝાડમાં પણ ઘણા ગુણ હોય છે. વાસ્તવમાં આખી કેરીનું ઝાડ જ ઔષધીય રીતે ઉપયોગી છે. 
 
1. તાજા લીલા કેરીના બીજ એટલે કે ગોટલાને સુકાવી લો. એને વાટીને પાવડર બનાવી લો. આ ચૂરણમાં સ્વાદ મુજબ સંચળ  નાખી અને જીરુઉ પાવડર નાખી રાખી લો. જ્યારે પણ અપચ થાય તો થોડી માત્રામાં આ ચૂર્ણ ખાલી લો. સમસ્યા દૂર થઈ જશે. 
 
2.   કેરીના તાજા પાનના રસને એસિડીટી પર નિયંત્રણ માટે હર્બલ નિષ્ણાતો  દ્વારા અપાય છે . તાજા પાંદડાઓ (આશરે 10 ગ્રામ)ને 50 મિલી પાણી સાથે મિક્સ કરી વાટી લો. આ રસને પીવાથી એસિડીટી દૂર થઈ જાય છે. 
 
3. કેરીના ગોટલાના  ચૂરણને દહી સાથે મિક્સ લેવાથી જાડામાં આરામ મળે છે. ગુજરાતમાં ઝાડા અને અપચમાં દર્દીને આ જ દેશી ઉપાય કરવામાં આવે છે. લૂ લાગી હોય ત્યારે પણ આ નુસ્ખાના ઉપયોગ કરાય છે. 
 
4. કેરીના ગોટલાનુ ચૂરણ , કમળના સૂકા ફૂલ , બીજ અને સૂજા પાંદડાને સમાન માત્રામાં લઈને વાટી લો. આ મિશ્રણને તે મહિલાઓને ઠંડા પાણી સાથે લેવું જોઈએ, જેમને ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી રહી હોય. 
 
5. બાળકોને પેટમાં કૃમિ થતા કેરીના ગોટલા ના ચૂર્ણ અને વિડંગ નામની જડી-બૂટીને સમાન માત્રામાં મિકસ કરો. રાતે સૂતા પહેલા એને લેવાથી કૃમિ મરી જાય છે. 
 
6. કેરીના ગોટલાના રસ નકસીર (નાકમાંથી લોહી નીકળવુ)ની સમસ્યામાં પણ કારગર છે. હર્બલ જાણકારો મુજબ દિવસમાં  3 વાર આ રસના  2-2 ટીપાં નાકમાં નાખવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. 
 
7. ખાંસી થતાં પાકી કેરીને ચૂલ્હા પર શેકીને ઠંડી  થતાં રોગીને ખવડાવો. આનાથી ખાંસીમાં જ્લ્દી આરામ મળી જાય છે. 
 
8. કાચા કેરીનું શરબત  (કેરીનુ પનું) લૂથી બચવાનો  એક કારગર દેશી ફાર્મૂલા છે. કાચા કેરીને પાણીમાં બાફી લો એને પાણીમાં  મેશ કરી એમાં ફુદીનાના રસ,  જીરું, કાળા મરીનો પાવડર ચપટી મીઠું  અને સ્વાદપ્રમાણે  ખાંડ/ગોળ  મિક્સ કરી પીવાથી લૂની સમસ્યામાં રાહત મળે છે. 
 
9. પાકી કેરી 100 ગ્રામ ભોજન પછી એક ગ્લાસ ઠંડા દૂધ સાથે પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.