સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2016 (12:13 IST)

કોળાના બીજમાં છુપાયો છે અનેક બીમારીઓનો ઈલાજ

આપણે બધા જાણીએ છીએ કે કોળુ ખાવુ આરોગ્ય માટે લાભકારી છે. પણ તેના બીજમાં પણ ઘણા ગુણ છુપાયા છે. જેનાથી આરોગ્ય સાથે  જોડયેલ અનેક પરેશાનીઓમાં રાહત મળી શકે છે.  કોળાના બીજમાં ઝિંક ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે કોઈ બીજા શાકમાં નથી મળતા.  તમે તેને શાક, ફળ, મીઠાઈ કે નાસ્તામાં નાખીને પણ ખાઈ શકો છો.  આવો જાણીએ તેના ફાયદા વિશે... 
 
1. દિલ માટે - કોળાના બીજનુ રોજ સેવન કરવાથી બોડીમાં મેગ્નેશિયમની કમી પૂરી થાય છે. તેનાથી દિલ તંદુરસ્ત રહે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.  
 
2. ઈમ્યૂનિટી વધારે - કોળાના બીજમાં જોવા મળનારુ ઝિંક રોગો સામે લડવાની શક્તિ વધારે છે. તેનાથી શરદી, ખાંસી અને તાવ જેવી એલર્જીથી બચી શકાય છે. 
 
3. મર્દાનગી માટે લાભકારી - કોળાના બીજ પુરૂષો માટે લાભકારી છે. તેનાથી મેગ્નેશિયમની કમી દૂર થાય છે અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ માટે ખૂબ કારગર છે. 
 
4. ડાયાબીટીસનુ સંકટ ઘટાડે - કોળાના બીજ ઈંસુલિનને સંતુલિત કરવાનુ કામ કરે છે.  જેનાથી મધુમેહનો ખતરો ઓછો થઈ જાય છે. 
 
5. સારી ઉંઘમાં સહાયક - તમે જો ઊંઘ ન આવવાથી પરેશાન છો તો સૂતા પહેલા કોળાના બીજનુ સેવન કરો. તેનાથી તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. 
 
6. એસીડિટીથી રાહત - કોળાના બીજ પેટ માટે પણ ખૂબ લાભકારી છે. તેને આહારમાં સામેલ કરવાથી એસીડિટીથી રાહત મળે છે.