ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 ઑક્ટોબર 2025 (14:48 IST)

ચેતી જજો- રાજકોટમાં વેચાઈ રહી છે ઇયળ અને જીવાત વાળી મીઠાઈ

Sweets made with caterpillars and insects in Rajkot
દિવાળી અને તહેવારની સીઝનમાં ભેળસેળિયા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે આવો જ એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યુ છે. રાજકોટના જશોદા ડેરીમાં જીવાત વાળી મીઠાઈ વેચવાના ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 

રાજકોટના લોકો સૌથી વધુ મીઠાઈ આરોગતા હોય છે, ત્યારે શહેરમાં વેચાતી મીઠાઈની ગુણવત્તા પર ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

શહેરના પુષ્કર ધામ ચોક નજીક આવેલ જશોદા ડેરીમાં જીવાત વાળી મીઠાઈઓ. સોશિયલ મીડિયામાં જીવાતવાળી મીઠાઈનો વિડિયો થયો વાઇરલ. શું આરોગ્ય વિભાગનું ચેકીંગ માત્ર દેખાડા પૂરતું જ હોય છે
 
જશોદા ડેરીમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં ઇયળ અને જીવાત જોવા મળી હોવાનો આક્ષેપ થયો છે.