રેખા ગુપ્તાની હત્યાનો હતો પ્લાન ? રાજકોટથી રાજેશ ખિમજી સાથે તહસીન સૈય્યદ અરેસ્ટ, દિલ્હી પોલીસનો ખુલાસો
દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલ હુમલામાં મોટો ખુલાસો થયો છે. એવુ બતાવાય રહ્યુ છે કે તેમના પર ચપ્પુથી હુમલો કરવાની તૈયારી હતી. એટલુ જ નહી આ હુમલાનો રીતસરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેમા ફક્ત રાજેશ ખિમજી નહી પણ અન્ય લોકો પણ સામેલ છે. પોલીસે હુમલાવર આરોપી રાજેશભાઈ સાકરિયાના નિકટના સહયોગી તહસીન સૈયદની ધરપકડ કરી છે. આરોપ છે કે તહસીન સૈયદે જ રેખા ગુપ્તા પર હુમલો કરવાનુ ષડયંત્ર રચ્યુ હ્તુ. તહસીનને ગુજરાતના રાજકોટમાંથી અરેસ્ટ કરવામાં આવ્યો છે.
પોલીસે તહસીન સૈયદ પર ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસની ટીમે ગુજરાતથી તહસીનની ધરપકડ કરી છે અને તેને દિલ્હી લઈ ગઈ છે. પોલીસે જણાવ્યું હતું કે તહસીને રાજેશ સાથે મળીને રેખા ગુપ્તાની હત્યાનું આયોજન કર્યું હતું.
રાજેશ તહસીનના સંપર્કમાં હતો
પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન, જ્યારે રાજેશ ખીમજીના મોબાઇલ રેકોર્ડ અને તેની દિનચર્યા તપાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રાજેશ ખીમજી મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરતા પહેલાના દિવસોમાં તહસીન સાથે સતત સંપર્કમાં હતો. તહસીને રાજેશના ખાતામાં 2,000 રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પૈસા હુમલો કરવા માટે નાણાકીય મદદ તરીકે આપવામાં આવ્યા હતા.
રાજેશ ખીમજી ગુનાહિત વલણ ધરાવે છે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ સિવિલ લાઇન્સ સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું સાપ્તાહિક 'જન સુનવાઈ' ચલાવી રહ્યા હતા. ધરપકડ થયા પહેલા રાજેશ ખીમજી રાજકોટમાં ઓટો-રિક્ષા ચલાવતા હતા. તેમની સામે અગાઉ પણ ફોજદારી કેસ નોંધાયેલા છે. રેખા ગુપ્તા પર હુમલો કરતા પહેલા તેણે સુપ્રીમ કોર્ટ પરિસરની પણ મુલાકાત લીધી હતી. એવો આરોપ છે કે તે કદાચ ત્યાં હુમલો કરવા માંગતો હતો. પરંતુ, ભારે સુરક્ષાને જોઈને, તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને રેખા ગુપ્તાના શાલીમાર બાગ નિવાસસ્થાને ગયો.
છરી શોધી રહી છે પોલીસ
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજેશે રેખા ગુપ્તા પર છરીથી હુમલો કરવાની યોજના બનાવી હતી. કડક સુરક્ષાને જોઈને, તેણે સિવિલ લાઇન્સ વિસ્તારમાં છરી ફેંકી અને પછી મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં પહોંચ્યો. પોલીસ ટીમો છરી શોધી રહી છે. આ છરી એક મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. અધિકારીઓ હવે તહસીનની ધરપકડને પૂર્વ-આયોજિત અને સંકલિત કાવતરું ગણાવી રહ્યા છે.
આ હુમલો એક મોટુ ષડયંત્ર બની શકતુ હતુ
પોલીસે જણાવ્યું હતું કે રાજેશ ખીમજી અને તહસીન સૈયદની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોઈ શકે છે. દિલ્હી અને રાજકોટ બંનેમાં ઘણા લોકોની તપાસ ચાલી રહી છે. આ કેસ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે.