આવતીકાલથી આ શહેરમાં સવારથી જ હેલ્મેટ ફરજિયાત, હેલ્મેટ નહી પહેરનાર ને રોકડ પ૦૦નો દંડ
રાજકોટમાં આવતીકાલ સવારથી જ ફરજિયાત હેલ્મેટ અંગેની મહામેગા ડ્રાઈવ યોજાનાર છે . પોલીસ કમિશનર કચેરી, મુખ્ય પોલીસ મથક, એસપી કચેરી સહિત શહેરભરમાં મુખ્ય માર્ગો ચાર રસ્તાઓ તેમજ જુદી જુદી બાયપાસ ચોકડી પર ટ્રાફિક પોલીસ તેમજ જુદા જુદા પોલીસ મથકના 500 થી વધુ અધિકારી જવાનો હેલ્મેટ પહેરી મેદાનમા ઊતરી પડશે
રાજકોટમાં હેલ્મેટ વિરુદ્ધ આંદોલન શરૂ: હેલ્મેટના વિરોધમાં બે હજારથી વધુ લોકો રસ્તા પર, સમિતિની બની.
હેલ્મેટ ડ્રાઇવ સવારે 9:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી અને બપોર પછી પાંચ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી સતત પોલીસ દ્વારા ઝુંબેશ ચાલુ રખાશે.
હેલ્મેટ નહી પહેરનાર ને રોકડ પ૦૦નો દંડ, પંચાણમાં ૯૦ દિવસની અવધિ લોકોમાં સલામતિ માટે જાગૃતિ આવે તે રીતે તબક્કાવાર કાર્યવાહી થતી રહેશે. બીજી વખત હેલ્મેટ ભંગ કરશે તો 1,000 નો દંડ અને ત્રીજી વખત ભંગ બદલ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાશે.