શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2024 (08:06 IST)

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

મધુર અવાજ દ્વારા સમગ્ર માહોલને ગૂંજવતી ચકલીઓની વસતિ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે. ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે છેલ્લા કેટલાક વર્ષથી ૨૦ માર્ચની ઉજવણી 'વર્લ્ડ સ્પેરો ડે'  તરીકે કરવામાં આવે છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો હવે માંડ ૧૦ ટકા ચકલીઓનું અસ્તિત્વ છે. જેમાં પણ અનેક શહેરોમાંથી ચકલીઓ જોવા જ મળતી નથી. પ
sparrow
પર્યાવરણવિદેના મતે સમગ્ર દેશમાંથી છેલ્લા ૨૫ વર્ષમાં ચકલીઓની ૫૨% વસતિ ઘટી ગઇ છે. ચકલીઓની ઘટતી જતી વસતિ અંગે એનવાર્યમેન્ટલિસ્ટ જગત કિનખાબવાલાએ જણાવ્યું હતું કે 'ચકલીઓ લુપ્ત થઇ રહી છે એટલે જ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવો પડી રહ્યો છે. શા માટે વર્લ્ડ પેરટ ડે કે વર્લ્ડ પીકોક ડે નથી ઉજવાતો? કેમકે, તેઓની વસતિ પર હજુ સુધી ચકલી જેમ જોખમ સર્જાયું નથી. ચકલીઓની સંખ્યા ઘટી રહી છે તેના માટે એક નહીં અનેક કારણ જવાબદાર છે. જેમાં સૌપ્રથમ એ છે કે શહેરોમાં એવી ઊંચી ઇમારતો થઇ ગઇ છે કે ચકલીઓ માટે માળો બાંધવા જગ્યા જ બચી નથી. આ ઉપરાંત આજનો માનવી પોતાના પરિવાર-મિત્રો-ટીવી-સ્માર્ટ ફોન એમ ચાર દિવાલમાં કેદ થઇ ગયો છે અને પ્રકૃત્તિ માટે સમય ફાળવવાનની તેની પાસે ફૂરસદ નથી. ગામડાઓમાં પણ કેમિકલયુક્ત પાકને લીધે ચકલીઓની વસતિ પર અસર પડી રહી છે. '
sparrow