શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (18:19 IST)

Home Remedies - જો અચાનક થઈ જાય ઝાડા તો આ ઉપાય તમને આપશે આરામ

Diarrhoea: ઝાડા એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરની વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. જો કે ઝાડા એ કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો સમયસર તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો શરીરમાં પાણી ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે, જે જીવલેણ સ્થિતિ તરફ દોરી જાય છે. એટલા માટે અમે તમને આ માટે એક એવી આયુર્વેદિક રેસિપી જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાને તરત જ દૂર કરી શકો છો.
 
ઝાડા વધવાના કારણ 
 
- અતિશય આહાર
-  ખોરાકના ઝેરને કારણે
-  વાસી ખોરાક ખાવાથી
-  બેક્ટેરિયલ ઈંફેક્શન 
-  કોવિડની પછીની અસરો 
 
ઝાડા વધવાના લક્ષણ 
 
ઝાડા વધવાના  કેટલાક લક્ષણો છે જે તમને તમારા શરીરમાંદેખાય છે. . વારંવાર ઝાડા, પેટમાં દુખાવો, પેટનું ફૂલવું વગેરે સમસ્યા થઈ શકે છે. પાણીની અછતથી વારંવાર તરસ લાગી શકે છે. તાવ અને વજન ઘટવું પણ તેના લક્ષણો છે.
 
ઝાડા મટાડવા માટે ઘરેલુ ઉપાય 
ઘણી વખત કોઈપણ સમયે ઓચિંતા ઝાડા થઈ જાય છે અને આપણી પાસે તરત જ દવા લેવાનો વિકલ્પ નથી હોતો, આવી સ્થિતિમાં અમે તમને એક એવો ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ, જેની મદદથી તમને તરત જ રાહત મળશે. તેના માટે તમારે 1 ચમચી આદુ પાવડર, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી તજ પાવડર અને 1 ચમચી મધ એક વાસણમાં મિક્સ કરવાનુ છે.  તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. આ માટે તમારે આ બધી વસ્તુઓને એક સ્વચ્છ વાસણમાં મિક્સ કરીને દિવસમાં 3 વખત એક-એક ચમચી લેવી પડશે.