રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (16:24 IST)

How to boil eggs - ઈંડા કેવી રીતે બોઈલ કરવા ?

eggs
ઈંડુ એક એવી વસ્તુ છે જેને આપણે વધુ ઉપયોગમાં લઈએ છીએ. ભલે પછી એ નાસ્તો હોય કે ડિનર.. પણ ઘના લોકો એવા પણ હોય છે જેમને  ઈંડા બોઈલ કરતા નથી આવડતુ. ઘણા લોકો અંદાજ થી જ ઈંડા બાફી લે છે તો ક્યારે તે સારા બોઈલ થાય છે અને ક્યારેક ઈંડુ અડધુ જ બોઈલ થાય છે તો ક્યારેક ફાટી જાય છે. 
 
તો ચાલો આજે હુ તમને બતાવુ છુ ઈંડાને બાફવાની યોગ્ય રીત. જેનાથી તમારુ ઈંડુ ફાટે નહી અને તમે તેને સારી રીતે છોલી શકશો 
 
ઈંડા બાફવની સારી રીત 
 
સૌ પહેલા કોઈ પેનમાં ઈંડાને નાખો અને તેમા એટલુ પાણી નાખો કે ઈંડા કરતા અડધો ઈંચ ઉપર સુધી પાણી હોય અને પછી થોડુ મીઠુ નાખી દો. 
 
પછી ગેસ ઓન કરો અને ધીમા તાપ પર 2 મિનિટ સુધી ઉકળવા દો. 
 
3. ત્યારબાદ તમે 10-12 મિનિટ માટે તેને ઢાંકી દો અને ઉકળવા દો.  ઢાંક્યા વગર મુકશો તો 15 મિનિટ જેટલો સમય લાગશે. 
 
4. હવે ગેસ બંધ કરો અને ઈંડાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
5. તમે ચાહો તો થોડો બરફ નાખીને પણ ઈંડાને ઠંડુ કરી શકો છો. 
 
બાફેલા ઈંડાને છોલવાની સહેલી રીત - બાફેલા ઈંડાને ચારેબાજુથી રોલ કરો. ત્યારબાદ તેના છાલટા ઉતારી લો. 
 
ઈંડા છોલવાની બીજી વિધિ 
- ઈંડાને કોઈ ગ્લાસમાં નાખો 
-  તેમા થોડુ પાણી નાખીને હાથ વડે ગ્લાસના મોઢાને બંધ કરીને હલાવો 
-  તમે  જોશો કે બોઈલ ઈંડાના છાલટા આપમેળે જ નીકળી જશે.