શુક્રવાર, 20 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. આઈપીએલ 2026
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2026 (00:24 IST)

PL 2026: સ્ટાર ખેલાડી આખી સીજનમાંથી બહાર, રાજસ્થાન રોયલ્સમાં ટીમમાં મચી હલચલ

Sam Curran
IPL 2026 શરૂ થાય તે પહેલાં જ, રાજસ્થાન રોયલ્સ (RR) ને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર રહે તેવી શક્યતા છે. અહેવાલો સૂચવે છે કે કરન ગ્રોઈનની ઈજાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તેનું IPL 2026 માં ડેબ્યૂ અશક્ય બની ગયું છે. 27 વર્ષીય ખેલાડી છેલ્લે 5 માર્ચે ICC T20 વર્લ્ડ કપ 2026 માં ઇંગ્લેન્ડ માટે રમ્યો હતો, જ્યાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારથી, તેની ફિટનેસ પર પ્રશ્નો ઉભા થયા છે, અને આ ઈજા હવે રાજસ્થાન માટે ચિંતાનું કારણ બની ગઈ છે. કરનને રાજસ્થાન રોયલ્સ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી વેપાર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ મોટા ટ્રેડમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન પહોચ્યા હતા, જ્યારે સંજુ સેમસન ચેન્નાઈમાં જોડાયા હતા.
 

છેલ્લી સીઝન ખરાબ રહી 

 
સેમ કરન IPLમાં પંજાબ કિંગ્સ અને પછી ચેન્નાઈ માટે રમ્યો છે. સેમે 2019 માં પંજાબ સાથે તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 2020  થી 2021 સુધી ચેન્નાઈમાં જોડાયો. જોકે, 2023 માં, પંજાબે કરનને રૂ. 18.5  માં ખરીદ્યો હતો.  જે યુવા ઓલરાઉન્ડરની પંજાબમાં વાપસીનો સંકેત હતો. કરન 2025  માં ચેન્નાઈમાં પાછો જોડાયો. જોકે, ગયા સિઝનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, તેણે પાંચ મેચમાં માત્ર 114  રન બનાવ્યા અને માત્ર એક વિકેટ લીધી.
 

રાજસ્થાન સામે આવી મુશ્કેલી 

 
ESPNCricinfor ના અહેવાલ મુજબ, રાજસ્થાને હજુ સુધી કરનના સ્થાને સત્તાવાર રીતે કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી, પરંતુ ટીમ વિકલ્પો શોધી રહી છે. ટીમમાં પહેલાથી જ રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ઓલરાઉન્ડર છે, જ્યારે ડોનોવન ફેરેરા પાવર-હિટર અને ઉપયોગી ઓફ-સ્પિનર તરીકે ટીમમાં સંતુલન ઉમેરી શકે છે. સેમ કરનની ગેરહાજરી રાજસ્થાન રોયલ્સ માટે મોટો ફટકો હોઈ શકે છે, ખાસ કરીને કારણ કે તે પહેલીવાર ટીમ માટે રમવા માટે તૈયાર હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ આ ખાલી જગ્યા કેવી રીતે ભરે છે અને શું કોઈ નવો ખેલાડી આ તકનો લાભ ઉઠાવી શકશે.