સ્લિમ ફિગર મેળવવી છે તો ગરમીમાં પીવુ શરૂ કરો આ જ્યુસ

Last Modified બુધવાર, 22 માર્ચ 2017 (17:35 IST)
આજકાલની જ કંઈક એવી થઈ ગઈ છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે તમારા રોજિંદા ડાયેટમાં દૂધીને સ્થાન આપશો તો તમને ઢગલો ફાયદા થશે.
કેટલાક લોકો દૂધી ખાવી પસંદ કરતા નથી. પણ તમે તેના શાકને બદલે તેનુ જ્યુસ પીવુ શરૂ કરો. પણ તેના જ્યુસનુ સેવન કરતા એક ખાસ વાત ધ્યાન રાખો કે જ્યુસ એકદમ કડવુ ન હોય. જ્યુસ પીતા પહેલા તેને ટેસ્ટ કરીને ચેક જરૂર કરો. નહી તો તેના ફાયદાને બદલે નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ તેના ફાયદા વિશે..


1. જાડાપણુ - જે લોકો જાડાપણાના શિકાર છે અને પાતળા થવા માટે ડાયેટિંગ કરી રહ્યા છો તો આ માટે દૂધીનુ જ્યુસ ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમા કેલોરીની માત્રા ખૂબ ઓછી જોવા મળે છે. સાથે જ તેમા ફાઈબર હોય છે જેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

2. ખરતા વાળને રોકો - જો તમે તમારા રોજના ખરતા વાળથી તંગ આવી ગયા છો તો તેને ઠીક કરવા માટે દૂધીનુ જ્યુસ પીવુ અને તેના રસમાં તેલ મિક્સ કરીને લગાવો પણ. આવુ કરવાથી વાળ ખરતા પણ બંધ થઈ જાય છે અને તેમની ખોળાની સમાસ્યા પણ

ઠીક થઈ જાય છે. આ જ્યુસનુ સતત સેવન કરતા રહેવાથી સફેદ થઈ રહેલા વાળ પણ કાળા થવા માંડે છે.

3. કબજિયાત - કબજિયાતની ફરિયાદ હોય તો સવારે ઉઠીને એક ગ્લાસ દૂધીનુ જ્યુસ પીવુ લાભકારી હોય છે. તેના પોષક તત્વ

પેટને સાફ રાખે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.

4. ડાયાબિટીસ - બ્લડ શુગરના દર્દીઓને ખાલી પેટ દૂધી ખાવાથી આરામ મળે છે. તેનુ જ્યુસ પણ ડાયાબિટીસમાં લાભકારી હોય છે.


તેનુ સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

5. યૂરિનરી ડિસઓર્ડર - જો તમારુ કોઈપણ બાથરૂમ સાથે સંબંધિત પરેશાની થાય તો તમારે માટે દૂધીનુ
જ્યુસ અમૃતથી ઓછુ નથી. આ શરીરમાં સોડિયમની અધિક માત્રાને ઓછી કમ કરે છે.

6. કોલેસ્ટ્રોલ - દૂધીનુ જ્યુસ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. તેનાથી તમે દિલની બીમારીથી દૂર રહો છો.


આ પણ વાંચો :