શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 7 જૂન 2017 (15:10 IST)

Home Remedies - આ ચા પીવાથી દૂર રહેશે અનેક બીમારીઓ... !

મોટાભાગના લોકોને આદુની ચા ખૂબ પસંદ હોય છે. 1 કપ આદુની ચા શરદી તાવ ભગાડવા માટે કોઈપણ દવા કે ઔષધિથી અનેકગણુ વધુ લાભકારી હોય છે. આદુની ચા ના બીજા પણ અનેક લાભ હોય છે. આવો જાણીએ કેવી રીતે બને છે આદુની ચા. 
 
સામગ્રી - એક મોટી ચમચી ઓર્ગેનિક મધ, 1/4 કપ નાની ચમચી વાટેલી હળદર, 1/4 ચમચી વાટેલી હળદર, 1/4 નાની ચમચી વાટેલુ આદુ, 1 કપ પાણી, 1/4 કપ નારિયળનું દૂધ. 
 
બનાવવાની રીત - આદુની ચા બનાવવી ખૂબ જ સહેલી હોય છે. સૌ પહેલા પાણી ગરમ કરી લો. તેમા આદુ અને હળદર નાખીને 7-10 મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી દૂધ અને મધ નાખીને ચાને કપમાં કાઢી લો. 
 
આદુની ચા પીવાના ફાયદા.. 
 
- આદુ કૈસર જેવી ભયાનક બીમારીથી શરીરને બચાવી રાખે છે. આ કેંસરને જન્મ આપનારા સેલ્સને ખતમ કરે છે.  એક શોધના 
હિસાબથી આદુ  સ્તન કેંસર જન્મ આપનારા સેલને વધતા રોકે છે. 
 
- આ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. જેને કારણે પણ આપ શીતજનિત બીમારીઓથી બચ્યા રહો છો.  
 
- ભૂખ ન લાગતા આદુની ચા પીવી તમારે માટે લાભદાયક છે. આદુ ભૂખ વધારવામાં સહાયક હોય છે. રોજ તેનુ સેવન તમે નિયમિત રૂપે ભૂખ લાગવા અને પાચનને યોગ્ય કરવામાં મદદ કરશે. 
 
- આ તમારા બીપીને સામાન્ય કરવામાં પણ સહાયક છે. આ પાચન તંત્રને સારુ કર્ય કરવા માટે પણ પ્રેરિત કરે છે. 
 
- આદુ શરદી તાવ ફેલાવનારા વાયરસને રોકવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી ઔષધિ છે. 
 
- આદુના ગરમી ઉત્પન્ન કરનારા ગુણ શરીરમાં લોહીનો સ્ત્રાવ, ઓક્સીજન, વિટામીન અને મિનરસ્લના સ્ત્રાવને વધારે છે. આદુ સ્ટ્રોકના સંકટને પણ ઘટાડે છે.