શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 4 ઑગસ્ટ 2018 (10:50 IST)

Be careful આ ફળ ખાવાથી તમારુ વજન વધશે

ઘણીવાર આપણે કોઇ ફળના ફાયદા વિષે જાણ્યા પહેલા જ તેને ખાવાનું શરૂ કરી દે છે. આપણને લાગે છે કે ફળ ખાવા આપણા માટે સુરક્ષિત છે અને તેનાથી વજન વધતું નથી એમ માનીને ફળ ખાવાને બદલે તેનું જ્યુસ પીવાનું શરૂ કરી દઇએ છીએ. પણ આ એક ભ્રમ છે કે ફળો ખાવાથી વજન વધતું નથી. આપણને માલુમ હોવું જોઇએ કે કયું ફળ ખાવાથી તેમાંથી કયા પોષકતત્વો મળશે. કેટલાક ફળો એવા પણ છે જે વધુ ખાવાથી વજન વધવાની અને સ્થૂળ થઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. જાણીએ વિવિધ ફળો વિષે...

કેળાદૂધ સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. કારણ કે દૂધમાંથી તમને પ્રોટીન અને કેળામાંથી શુગર મળે છે જે વજન વધારે છે. કેળું ખાવાથી વધુ માત્રામાં કેલરી મળે છે સાથે કેલરીનો ક્ષય પણ ઓછો થવા લાગે છે.

ડ્રાય એપ્રિકોટ(જરદાળુ) - સૂકા જરદાળુ કેન્ડી જેવા હોય છે તેને લોકો હરતા-ફરતા પુષ્કળ માત્રામાં ખઆઇ લે છે. પણ તેઓ ભૂલી જાય છે કે તેમાં ફ્રૂકટોઝ હોય છે જે વજન વધારનારું તત્વ છે. તે ખાવાથી વજન વધવાની સંભાવના પણ વધી જાય છે.

દ્રાક્ષ - દ્રાક્ષ એક તરફ જ્યાં ફાયદાકારક હોય છે ત્યાં બીજી તરફ તેના વધુ પડતા સેવનથી તમારું વજન વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે માટે તે ખાવાથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે.

અનાનસ - જે લોકો અનાનસનું સેવન કરે છે તેમના માટે અનાનસ વજન વધવાનું કારણ બની શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા વધુ હોય છે.

એવોકેડોઝ(avocados) - આ ફળમાં વધુ માત્રામાં ફેટ અને કેલરી હોય છે જે ખાવાથી તમારું વજન વધી શકે છે.

ડ્રાયફ્રુટ્સ - ડ્રાયફ્રુટ્સ જેવા કે કિશમિશ, બદામ વગેરેમાં મોટી માત્રામાં કેલરી હોય છે જે ખાવાથી વજન વધે છે.

ફળોનું જ્યુસ - ફળોના જ્યુસમાં પણ કેલરીની માત્રા વધુ હોય છે જેના વધુ સેવનથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે. 

નારિયેળ - તેમાં પ્રોટીનની માત્ર ઘણી હોય છે જે ખાવાથી વજન વધે છે અને તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.