શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2016 (17:54 IST)

ગરમ દૂધ અને ગોળ ખાવાથી થાય છે અનેક ફાયદા

દૂધમાં મળનારુ કેલ્શિયમ અને પ્રોટીન આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. તેનાથી બાળકોનો વિકસ અને હાડકા મજબૂત થાય છે અને આ રોગ સામે લડવામાં ખૂબ મદદગાર છે. શરદીની ઋતુમાં ગરમ દૂધમાં ખાંડને બદલે ગોળ મિક્સ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે. આવો જાણીએ દૂધમાં ગોળ નાખીને પીવાથી થનારા ફાયદા વિશે... 
 
1. જાડાપણુ કંટ્રોલ - દૂધમાં ખાંડ નાખીને પીવાથી ચરબી વધે છે. તેમા ખાંડને બાલે ગોળ મિક્સ કરીને પીવાથી વજન કંટ્રોલ થાય છે. 
 
2. લોહી સાફ - ગરમ દૂધમાં ગોળ નાખીને પીવાથી લોહી સાફ થાય છે. તેનાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. 
 
3. પેટના દુખાવામાંથી રાહત - પેટમાં દુખાવો છે તો ગરમ દૂધ સાથે ગોળનુ સેવન કરવાથી રાહત મળે છે. તેનાથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે. 
 
4. સાંધાના દુખાવામાં આરામ - રોજ ગોળનો નાનકડો ટુકડો આદુ સાથે ખાવાથી દુખાવામાં આરામ મળે છે. 
 
5. પીરિયડ્સના દુખાવાથી છુટકારો - પીરીયડ્સ આવતા અનેક સ્ત્રીઓને ખૂબ દુખાવો થાય છે. આવામાં ગરમ દૂધની સાથે ગોળ નાખીને પીવાથી દુખાવાથી મુક્તિ મેળવી શકાય છે.