સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:46 IST)

ઘરેલુ ઉપચાર - વાયરલ ફીવરનો ઘરમાં જ છે ઈલાજ, અપનાવો આ 5 ઘરેલુ નુસ્ખા

મોસમમાં આવી રહેલ ફેરફારથી વાયરલ ફીવર ઝડપથી ફેલાય રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે થોડી પણ બેદરકારી કરતા ત્રણથી સાત દિવસ સુધી તાવ જકડી રાખે છે. આવી હાલતમાં એંટી બાયોટિકની દવાનો ઉપયોગ કરવાથી બચો.  તેના ઉપયોગથી શરીરનુ તાપમાન ઝડપથી ઓછુ  થાય છે. પણ પછી તે વધવાની આશંકા રહે છે. 
 
જાણો કેટલાક ઘરેલુ ઉપાય  
 
- ઠંડા પાણીની પટ્ટી માથા પર વારેઘડીએ મુકવાથી તાપમાન ઓછુ થાય છે. 
- ખાંસી શરદી તાવ થતા સિતોપલાદી ચૂરણનો પ્રયોગ કરવો જોઈએ. આ શરીરમાં પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. 
- તુલસીના 10-15 પાનને તોડીને કાળા મરી સાથે વાટીને ઉપયોગ કરવાથી તાવમાં કમી આવે છે 
- આદુના રસને લીંબુ અને તુલસીના રસ સાથે મધમાં નાખીને લેવાથી શરદી-ખાંસી અને તાવની તકલીફ દૂર થાય છે. 
- ત્રિફળા ચૂરણમાં જ્વર નાશક ગુણ હોય છે. તેનાથી ઝાડા સાફ થાય છે અને તાવ પણ ઓછો થાય છે.