ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (16:23 IST)

Travelling કરતી વખતે તમારુ પણ માથુ દુખે છે કે વોમિટિંગ જેવુ થાય છે તો અજમાવો આ ઉપાય તરત જ મળશે આરામ

travelling
travelling
મોશન સિકનેસ એટલે મુસાફરી દરમિયાન ઉલ્ટી થવી કે પછી બેચેની થવી. ખાસ કરીને પહાડી એરિયામાં મુસાફરી દરમિયાન અનેક લોકોને ઉલ્ટી રોકવાની દરેક કોશિશ છતા પણ ઉલ્ટી થઈ જાય છે. આવામાં તમે એ સમયે કેટલાક નુસ્ખા અપનાવીને આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. 
 
હરવુ ફરવુ કોને પસંદ નથી, પરંતુ ઘણી વખત લાંબા પ્રવાસ પર નીકળતાની સાથે જ લોકોને ચક્કર આવે છે અને ઉલ્ટી થાય છે. ઉલ્લેખનીય છે કે લગભગ દરેક વ્યક્તિ કાર, બસ કે ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરે છે. પરંતુ પ્રવાસ પર જતા ઘણા લોકોને મોશન સિકનેસની સમસ્યા થાય છે. મોશન સિકનેસ એટલે મુસાફરી દરમિયાન ઉલટી કે ઉબકા આવવા. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે, ઘણા લોકોને ઉલ્ટી રોકવાના શક્ય તમામ પ્રયત્નો છતાં ઉલ્ટી થાય છે. મુસાફરી દરમિયાન આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે.આ સમય દરમિયાન લોકોને ઉબકા, પરસેવો, ઉલટી, ચક્કર આવવા લાગે છે અને ગંભીર માથાનો દુખાવો જેવી ફરિયાદો થાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઉપાયોની મદદથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મેળવો
 
મુસાફરી દરમિયાન થનારી ઉલ્ટી રોકવાનો ઉપાય  
 
-  ઉલટી રોકવામાં આકડાનું પાન ખૂબ જ અસરકારક છે. આ માટે, આકડાનું એક પાન લો અને તેનો ચીકણો ભાગ પગના તળિયાની તરફ રાખો અને તેના પર મોજાં પહેરો. 
- દિવ્યધારાને સૂંઘવાથી અથવા તેને થોડું પાણીમાં ઉમેરીને પીવાથી પણ તમને ફાયદો થશે. 
- જો તમને મુસાફરી દરમિયાન મોટાભાગે ઉલ્ટી થતી હોય તો પ્રવાસ પહેલા દહીં અને દાડમનું સેવન કરો. 
-  ફક્ત દહીંનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. આ માટે લગભગ 50 ગ્રામ દહીંને મધ અથવા ખાંડ સાથે ખાઓ.
 - સવારના સમયે સર્વકલ્પ ક્વાથનુ સેવન કરી શકો છો. આ માટે એક લીટર પાણીમાં સર્વકલ્પ ક્વાથ નાખીને ધીમા તાપ પર ઉકાળી લો. જ્યારે પાણી 400 ગ્રામ બચે તો ગેસ બંધ કરી દો પછી તેને ઠંડુ કરીને કે કુણુ પીવો. 
- રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક-એક ચમચી જીરુ, ધાણા અને વરિયાળીને પલાળી દો અને સવારે તેનુ સેવન કરી લો. તેનાથી પણ લાભ મળશે. 
- રોજ કપાલભાતિ અને અનુલોમ વિલોમ પ્રાણાયમ કરો. તેનાથી પણ તમને મુસાફરી દરમિના થનારી ઉલ્ટીથી છુટકારો મળશે.