શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 18 ડિસેમ્બર 2015 (16:51 IST)

ખાંસી હોય કે દમા.. પીવો અળસીની ચા..

શરદીની ઋતુમાં શરદી અને ખાંસી થવી સામાન્ય વાત છે. હવામાન ઠંડુ હોવાને કારણે ભીનાશ હોય છે અને સંક્રમણ ફેલાવવાનુ સંકટ પણ એટલુ જ હોય છે. આવામાં તમે પણ જો ખાંસીથી પરેશાન છો તો અળસીની ચા પીવી તમારે માટે લાભકારી રહેશે. જાણો કેવી રીતે બને છે અળસીની ચા. અને કેવી રીતે પીવી જોઈએ આ ચા ને.. 
 
અળસીની ચા બનાવવા માટે તમારે વાટેલી અળસી કે પછી તેનો પાવડર પ્રયોગ કરવો પડશે. આ ચા તમારી ખાંસીની તકલીફથી મુક્તિ અપાવવામાં મદદ મળશે. ચાલો જાણીએ કેવી રીતે બને છે અળસીની ચા.. 
 
સામગ્રી - 2 કપ પાણી, અળસી પાવડર 1 ચમચી, મઘ અથવા ગોળ અથવા ખાંડ (સ્વાદમુજબ) 
બનાવવાની રીત - 2 કપ પાણીમાં એક ચમચી અળસીનો પાવડર નાખીને આ મિશ્રણને ધીમા તાપ પર ઉકાળો. તેને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કે પાણી એક કપ ન રહી જાય. 
 
ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો અને જ્યારે પાણી થોડુ ઠંડુ થઈ જાય ત્યારે તેમા સ્વાદમુજબ મઘ અથવા ગોળ નાખીને સાધારણ ગરમ કે પછી થોડુ ગરમ ગરમ જ પીવો. 
 
આ ચા ને પીવાથી શરદી-ખાંસી,  તાવ કે દમાની પરેશાનીનો સામનો કરી રહેલ વ્યક્તિઓને ખૂબ લાભ થાય છે.   જેને પણ શિયાળામાં આ પ્રકારની તકલીફ થાય તે બીમાર વ્યક્તિ આ ચા દિવસમાં 2-3 વખત પી  કરી શકે છે.