ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2017 (15:40 IST)

આરોગ્ય સલાહ - અનેક રોગોની એક દવા છે ભીંડા

ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

- ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે.

-ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે. 
 
- ભીડાનુ સેવન કરવાથી પેટ સંબંધિત રોગો જેવા કે પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટમાં ભારેપણુ અનુભવવુ જેવી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને સાથે આપણી પાચન ક્રિયાને પણ ઠીક કરવામાં મદદ કરે છે. 
 
- ભીંડાનુ સેવન કરવુ ડાયાબીટિશના રોગીઓ માટે પણ ફાયદાકારી સાબિત થાય છે. 
 
- ભીંડાના શાકનુ સેવન કરવાથી નેત્ર દ્રષ્ટિ તેજ થાય છે અને આંખો સંબંધિત રોગોમાંથી રાહત મેળવી શકાય છે. 
 
- વાળોની સારી કંડીશનિંગ માટે ભીંડાને પાણીમાં ઉકાળીને એ પાણીમાં લીંબુના કેટલાક ટીપા નાખીને વાળમાં લગાવો. 
 
-ભીંડામાં રહેલા લસદાર ફાઈબર અને કેલ્શિયમ હાડકાઓ માટે ફાયદાકારી હોય છે અને સાંધાના દર્દમાંથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
- ભીંડામાં એવા એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે આપણી ત્વચા માટે ફાયદાકારી સાબિત થાય છે. ભીંડાનુ સેવન કરવાથી ચેહરાના દાગ-ધબ્બાથી રાહત મળે છે અને ચેહરાની કરચલીઓમાંથી રાહત મળે છે. 
 
-ભીંડાનું સેવન કરવાથી યુરીન ખુલીને આવે છે અને બળતરા પણ ઓછી થાય છે. 
 
- ભીંડા વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તેનુ સેવન કરવાથી વજન ઘટવુ શરૂ થઈ જાય છે.