શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

આયુર્વેદને અનુસાર સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા

N.D
જાગવાનો સમય :
સવારે ત્રણથી છ વાગ્યાનો સમય અધ્યયન અને જ્ઞાનોપાર્જન માટેનો ઉત્તમ સમય છે.

ઉષ:પાન :
ક્ષમતા અનુસાર સમશીતોષ્ણ જળ પીવો આનાથી મળની શુદ્ધિ થાય છે.

મળમૂત્ર ત્યાગ :
મળમૂત્રના પ્રાકૃતિક વેગ પર ધ્યાન આપવું જોઈએ. આને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોકવું ન જોઈએ.

દાંત અને મુખ પ્રક્ષાલન :
કાથો, કરંજ, અર્ક, અપામાર્ગ, બાવળ, લીમડો તેમજ બિલીની ડાળી વડે દાતણ કરો. ત્યાર બાદ જીભ અને મુખનું પ્રક્ષાલન કરો.

અંજન :
ઠંડા પાણી વડે આંખો ધુવો. આંખોની રોશની વધારવા માટે અને આંખોના અન્ય રોગોથી બચવા માટે રોજ ત્રિફળા વડે આંખો ધુઓ.

તાંબુલ :
પાનની સાથે કાથો, સોપારી, ઈલાયચી, લવિંગ વગેરેનું સેવન કરવાથી મોઢાની શુદ્ધિ અને આહાર પાચન સરખી રીતે થાય છે.