શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

જ્યારે પાંસળીમાં દુ:ખાવો થાય ત્યારે

N.D
સારો સાબુ, કપૂર અને તજનું તેલ લઈને મલ્હમ બનાવો. આ મલ્હમ પાસંળીઓના દુ:ખાવામાં ખુબ જ ફાયદો આપે છે. મલ્હમ બનાવવાની રીત-

પહેલા સાબુ લઈને એકદમ પાતળા પાતળા પડ ઉતારો. આ રીતે 50 ગ્રામ જેટલા પડ ઉતાર્યા બાદ તેને ખાંડણીમાં નાંખીને જરૂર મુજબ તજનું તેલ નાંખીને ઘુંટો.

ઘુંટતાં-ઘુંટતાં સાબુ તજના તેલમાં મલ્હમ જેવો બની જવો જોઈએ. એટલે કે સાબુ સંપુર્ણ રૂપે તેલમાં ગળી જવો જોઈએ. આ પછી 10 ગ્રામ કપૂર નાંખીને ફરીથી ઘુંટો અને તેને શીશીમાં ભરી લો.

ન્યુમોનિયા વખતે પાંસળીમાં થતા દુ:ખાવાને દૂર કરવા થોડુક તેલ લગાવીને સારી રીતે શેક કરો. આનાથી ગમે તેવો દુ:ખાવો થતો હશે તો પણ તુરંત જ આરામ મળી જશે. સાધારણ દુ:ખાવો હોય તો આને લગાવીને થોડીક વાર તડકામાં બેસવાથી પણ આરામ મળી જશે.