શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

સર્વશ્રેષ્ઠ ઔષધિ હળદર

N.D
આખી દુનિયામાં સ્વાઈન ફ્લૂનો ભય સતત વધી રહ્યો છે. આવા પરિસ્થિતિમાં શરીરને વધારે રોગ પ્રતિકારક બનાવવાની જરૂરત છે. આના માટે રસોડાની અંદર ઉપયોગમાં લેવાતી હળદર એક સારો ઉપાય છે. હળદર માત્ર એક મસાલો જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગુણકારી ઔષધિ પણ છે. ઘણી મીઠાઈઓમાં પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હળદર ભોજનના સ્વાદને વધારવાની સાથે સાથે ત્વચા, શરીર અને પેટને સંબંધી કેટલીયે બિમારીઓને પણ દૂર કરે છે.

ગુણકારી હળદરના લાભ મેળવવા માટે કોઈ વિશેષજ્ઞ પાસે જવાની જરૂરત નથી. પોતાને ઘરે જ નાના-નાના પ્રયોગ કરીને આના લાભ ઉઠાવી શકાય છે. આયુર્વેદને અનુસાર, હળદર શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. લોહીને સાફ કરે છે. મહિલાઓમાં પીરીયડને લગતી મુશ્કેલીઓને પણ દૂર કરે છે.

લીવરને લગતી મુશ્કેલીઓને પણ હળદર દૂર કરે છે. આ જ કારણ છે કે શરદી અને ઉધરસ થઈ હોય તો દૂધની અંદર કાચી હળદર નાંખીને પીવાની સલાહ આપવામાં આવે છે. હળદરને હંમેશા એરટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખવી જોઈએ જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઈ પણ ફર્ક ન પડે.