મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

પડદા વડે શણગારો ઘરને

N.D
પડદા ઘરની સજાવટમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. સામાન્ય રીતે આપણે બધા જ આપણા ઘરની અંદર પડદા લગાવીએ છીએ. પરંતુ જો તમે ઈચ્છતાં હોય તો અલગ અલગ પ્રકારના પડદા લગાવીને પણ તમારા ઘરનો લુક બદલી શકો છો. તો આવો પડદા વડે ઘરને શણગારવા માટેની ટીપ્સ વિશે જાણીએ-

- પડદાની પસંદગી કરતી વખતે જો તમે લાઈનીંગવાળા પડદાની પસંદગી કરો છો તો પડદા તડકાથી રક્ષણ આપવામાં કારગર સાબિત થાય છે અને સાથે સાથે તમારા રૂમને સોબર લુક પણ આપે છે.

- આજકાલ બે લેયરવાળા પડદા પણ ફેશનમાં છે. જો તમને પસંદ હોય તો એક લેયર ટીસ્યુની અને બીજી લેયર કોઈ પણ ભારે કાપડની લઈને પડદા બનાવડાવી શકો છો.

- પ્લેટેડ કર્ટન માટે કોઈ પણ ભારે ફેબ્રિકની પસંદગી કરશો તો તેનાથી પ્લેટ સારી રીતે નથી બનતી. તેથી પ્લેટેડ પડદા માટે લાઈટ કપડાની પસંદગી કરવી.

- પડદા માટે વાયલ, કોટન, સિલ્ક કે વુલ મટીરિયલની પણ પસંદગી કરી શકો છો.