ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 17 મે 2014 (13:10 IST)

હોમ ટિપ્સ - સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખો આ કિચન ટિપ્સ - 1

- કઠણ લીંબુ કે સંતરાને જો ગરમ પાણીમાં થોડીવાર માટે રાખો તો તેમાંથી સરળતાથી વધારે રસ કાઢી શકાય. 
 
- બટાટાને બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખી દેશો તો બટાટા ફટશે નહી. અને સહેજ રીતે છીણી શકાય. 
 
- કારેલા અને અરબીને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાડી દો. કારેલાની કડાશ  અને અરવીની ચિકાશ   નીકળી જશે. 
 
- મેથીના શાકની કડવાશ  હટાવવા માટે તેમાં મીઠું મેળવી ,થોડીવાર રાખી મુકો પછી દબાવી તેનુ પાણી કાઢી લો. 
 
- કોબીજની શાકમાં એક નાની ચમચી દૂધ કે સોડા નાખશો તો કોબીજનો સફેદ રંગ પીળો નહી થાય. 
 
- લીલા મરચાંને ફ્રિજમાં  વધારે દિવસ તાજા રાખવા માટે તેના દીઠાં તોડી હવાબંદ ડબ્બામાં રાખો. 
 
- બટાટા અને ડુંગળીને એક સાથે એક બાસ્કેટમાં ના રખાય આનાથી બટાટા જલ્દી ખરાબ થાય છે. 
 
- જો દૂધ ફાટવા લાગ્યુ હોય તો તેમાં થોડું બેંકિંગ પાવડર નાખી ઉકાળી લો. દૂધ ફાટશે નહી. 
 
- લોટ બાંધતા પાણી સાથે થોડું દૂધ મિક્સ કરો તો રોટલી કે પરોઠા વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
 
- ચણાનો લોટ, લીંબુ, હળદર અને નારિયેળના તેલનું પેસ્ટ બનાવી લેપ લગાડવાથી હોળીનો  રંગ સરળતાથી છૂટે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે. 
 
- પાલકનું શાક બનાવતી વખતે તેમાં એક ચપટી ખાંડ નાખી દો તેનો  રંગ અને સ્વાદ બન્ને વધી જશે.  
  
- એક નાની ચમચી ખાંડને સોનેરી થતા સુધી ગરમ કરો અને  કેકના મિશ્રણમાં મિક્સ કરશો તો  કેક નો રંગ અને સ્વાદ બન્ને વધી જાય છે. 
 
- સ્વાદિષ્ટ શોરબા(રસો) બનાવવા માટે ડુંગળી, લસણ આદુંનું પેસ્ટ અને બે-ચાર દાણા બાદામ બારીક વાટી અને મસાલા સાથે સેકો. 
 
- કેકની 500 ગ્રામ આઈસિંગ માં જો એક ટી.સ્પૂન ગ્લીસરીન ભેળવશો તો આઈસિંગ સૂકે નહી અને મોડા સુધી તાજી રહેશે.  
 
- બેસનને પ્લાસ્ટિકના બેગમાં  રબડબેંડથી મોઢું પેક કરી ફ્રિજમાં રાખી મુકશો તો લાંબા સમય સુધી લોટ તાજો રહેશે અને તેમાં કિટાણું પણ નહી થાય.