સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated: બુધવાર, 12 ઑક્ટોબર 2022 (09:46 IST)

Bathroom Cleaning: દિવાળીથી પહેલા બાથરૂમની કરવી સફાઈ, અજમાવો આ સસ્તા અને સરળ ઉપાય

How to Clean White Tiles: દિવાળીના તહેવાર આવી રહ્ય છે આ દરમિયાન ઘરની સફાઈ એક મોટુ ચેલેંજ છે. ટાઈલ્સ લાગેલા ઘરમાં એક સમસ્યા વધુ જોવા  મળે છે કે ટાઈલ્સની રંગત અને ચમક સમયની સાથે જતી રહે છે. બાથરૂમમાં અમે દરરોજ નહાતા-ધુવે છે. તેથી ત્યાં લાગેલા ટાઈલ્સ પર પાણી અને સાબુના છાંટા જાય છે. 
 
આ કારણે આ ખૂબ ગંદા જોવાય છે. જો આ ટાઈલ્સ સફેદ રંગના છે તો ધીમે-ધીમે પીળા પડી જાય છે. આજે અમે કેટલાક એવા ટિપ્સ જણાવી રહ્યા છે જેના ઉપયોગ કરીને તમે સરળતાથી બાથરૂમની ટાઈલ્સને ચમકાવી શકો છો. 
 
બેકિંગ સોડાનો કરો ઉપયોગ 
ઘણા પ્રકારની સફાઈ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરાય છે. બાથરૂમની ગંદી પડેલી ટાઈલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર હોય છે. તમને માત્ર આટલુ જ કરવુ છે કે એક વાટકીમાં બેકિંગ સોડા લઈને તેમાં પાણીના કેટલાક ટીંપા નાખવા છે અને પછી એક સ્પંજની મદદથી આ મિક્સને ટાઈલ્સ પર ઘસવુ છે. તે પછી ગરમ પાણીથી ટાઈલ્સને ધોવુ છે. 
 
સિરકાથી સાફ થઈ જશે ટાઈલ્સ 
જો બાથરૂમના ટાઈલ્સ પર ડાઘ લાગેલા હોય તો તેને મટાવવા માટે તમે સિરકાનો પણ ઉપયોગ કરી શકો છો. તમને માત્ર આટલુ જ કરવુ છે કે એક બાલ્ટીમાં પાણી લઈને તેમાં સિરકો મિક્સ કરવુ છે અને આ મિક્સમાં એક કપડાથી બાથરૂમની ટાઈલ્સને સાફ કરવુ છે આવુ કરવાથી ગંદી ટાઈલ્સ ચમકવા લાગશે. 
 
લીંબૂ અને બેકિંગ સોડાથી નવી જેવી થશે ટાઈલ્સ 
ઘણી વાર કપડાની ગંદગી સાફ કરવા માટે લીંબૂના રસનો પણ ઉપયોગ કરાય છે પણ શુ તમે જાણો છો કે બેકિંગ સોડાની સાથે મળીને લીંબૂનો રસ વધુ અસરકારક થઈ જાય છે. બેકિંગ સોડા અને લીંબૂના રસ મિક્સ બનાવીને તમે ટાઈલ્સની સફાઈ કરી શકો છો. તેના ઉપયોગથી ટાઈલ્સ એકદમ નવાની જેમ ચમકવા લાગશે.