શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Kitchen Hacks- દહીં થઈ ગયું છે ખાટુ તો આ રીતે કરો ઉપયોગ, ખાવાનો સ્વાદ વધશે

દહીં ઘરમાં જમાવ્યુ હોય કે બજારનુ હોય તે ઘણી વખત ખાટુ થઈ જાય છે. જેના કારણે ખાવામાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. જો કે ખાટા દહીંનો ઉપયોગ ત્વચા કે ગાર્ડનિંગ માટે ઉપયોગ કરવો સારો છે. ખાટુ દહી તમારો સ્વાદ બગાડી શકે છે, પરંતુ તેનો બ્યુટી ટિપ્સમાં ઘણો ઉપયોગ થાય છે. પરંતુ જો તમારું દહીં ખાટું થઈ ગયું છે, તો તમે તેનો ઉપયોગ ખાવામાં અલગ અલગ રીતે કરી શકો છો.
 
લંચ હોય કે ડિનર, આપણે ડાયટમાં દહીંને ચોક્કસથી સામેલ કરીએ છીએ. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ જો દહી ખાટુ થઈ જાય તો તેને ખાવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો, તો તમે અન્ય વાનગીઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. 
 
ભટુરે
જ્યારે પણ આપણે ભટુરે માટે લોટ તૈયાર કરીએ છીએ ત્યારે ખાટા દહીનો ઉપયોગ અસરકારક હોય છે.વાસ્તવમાં જ્યારે પણ આપણે ભટુરે માટે  લોટ તૈયાર કરીએ છીએ ત્યારે તેના માટે ખાટા દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી  લોટ યોગ્ય રીતે તૈયાર થશે અને જ્યારે ભટુરા બનાવવામાં આવશે ત્યારે તે ફૂલી પણ જાય છે. એટલે કે  લોટ બાંધતી વખતે અડધી વાટકી ખાટુ  દહીં નાખવામાં આવે તો ભટુરે બજાર જેવા થઈ જાય.
 
ઢોકળા
મોટાભાગની મહિલાઓ જ્યારે ઘરે ઢોકળા બનાવે છે તો તે પરેશાન થઈ જાય છે કે તે ફૂલતા નથી. પરંતુ જો તમે ઢોકળાના ખીરામાં ખાટા દહીંને મિક્સ કરશો તો તે માત્ર ફૂલશે જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ વધી જશે. ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે, 2:1 ના રેશિયો મુજબ દહીં અને ચણાનો લોટ મિક્સ કરો, પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
 
ચટણી
જો ખાવામાં ચટણી જોવા મળે તો શાકભાજીની પણ જરૂર નથી. ખાટા દહીંમાંથી સ્વાદિષ્ટ ચટણી બનાવવામાં આવે છે. લસણ અને મરચાની પેસ્ટ લો, તેમાં ખાટુ દહીં મિક્સ કરો, પછી સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો, પરંતુ યાદ રાખો કે દહીં બહુ પાતળું કે ઘટ્ટ ન હોવું જોઈએ.
 
ડોસા
જો તમે વારંવાર ઘરે ઢોસા બનાવતા હોય તો તેમાં ખાટુ દહીં મિક્સ કરો. ઢોસા બનાવતા પહેલા ચોખાને પાણીથી ધોયા પછી તેને દહીંમાં મિક્સ કરો અને તેમાં મેથીના દાણા મિક્સ કરો. પછી તેને 3 કલાક માટે મુકો. પછી તેને ગ્રાઇન્ડ કર્યા પછી પણ તેમાં થોડું દહીં નાખીને સારી રીતે ફેટી લો, તે અદ્ભુત ઢોસા બનશે.
 
ચીલા
ચીલા માત્ર હેલ્ધી નથી પરંતુ તે ઝટપટ તૈયાર થઈ જનારો નાસ્તો છે. જો તમે સ્વાદિષ્ટ ચીલા ખાવા માંગો છો, તો તમે તેને બનાવવા માટે ખાટા દહીંનો ઉપયોગ કરી શકો છો. ચીલા બનાવવા માટે પાણીને બદલે દહીં મિક્સ કરો, ચણાનો લોટ, રવો અને પછી અન્ય શાકભાજી મિક્સ કરો, જરૂર પડે ત્યારે જ થોડું પાણી વાપરો.