શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Fridge ની સફાઈ કરવાની યોગ્ય રીત શુ આપ જાણો છો ?

ફ્રિજમાં ખાવા પીવાની અનેક વસ્તુઓ પડી રહે છે. જો તેમા ગંદકી ફેલાય તો તેની અસર આપણા આરોગ્ય પર પણ પડે છે. જે રીતે રસોઈની સફાઈ રોજ કરવી ખૂબ જરૂરી છે એ જ રીતે ફ્રિજની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. તેનાથી આરોગ્ય પર તો ખરાબ અસર પડશે જ સાથે જ તેમા મુકેલી વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જશે. 
 
1. ખાલી કરો ફ્રિજ - તેને સાફ કરવા માટે સૌ પહેલા બધો સામાન કાઢી લો. વાસી શાક અને ફળને ફેંકીને તેની સફાઈ કરવી શરૂ કરી દો. 
 
2. પાવર કરો ઑફ - ફ્રિજને સાફ કરતા પહેલા તેના વાયર કાઢી નાખો જેથી તમે કોઈપણ જાતના ભય વગર તેને સાફ કરી શકો. તેનાથી વીજળી પણ ઓછી ખર્ચાશે. 
 
3. બેકિંગ સોડા - બેકિંગ સોડા એંટી બેક્ટેરિયલ છે અને તેનાથી ફ્રિજની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે. કૉટનના કપડા પર થોડો બેકિંગ સોડા નાખીને ફ્રિજને હળવેથી રગડો અને પછી તેને સ્વચ્છ કપડાથી લૂંછી લો. 
 
4. મીઠુ - બેકિંગ સોડા ઉપરાંત એક વાડકીમાં કુણુ પાણી લઈને તેમા મીઠુ નાખીને મિશ્રણ તૈયાર કરી લો. તેનાથી ફ્રિજને સાફ કરો. ત્યારબાદ ફ્રિજને થોડા સમય માટે ખુલ્લુ છોડી દો. 
 
5. ઢાંકીને મુકો સામાન્ય - ફ્રિજમાં કોઈપણ વસ્તુ મુકો તો તેને સારી રીતે ઢાંકીને મુકી રાખો. જો તેને નહી ઢાંકો તો બાકીનો સામાન ખરાબ થવાનો ભય રહે છે.