1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : મંગળવાર, 21 નવેમ્બર 2023 (13:46 IST)

Food Not to Fridge- ભૂલથી પણ ફ્રીજમાં ન મુકશો આ 10 વસ્તુ, જાણો શા માટે

fridge tips
Food Not to Fridge- કેટલાક એવા ફૂડ છે જેને ફ્રિજમાં મૂકવાથી તેનો ખરાબ થવાની શકયતા વધારે હોય છે. ફ્રિજમાં મૂકવાથી તેમના ન્યૂટ્રિએસંટસ પણ ઓછા થઈ શકે છે. તેના માટે તેને ફ્રિજના બહાર જ મૂકવું. જાણો કયાં છે તે 10 ફૂડ જેને ફ્રિજમાં નહી મૂકવા જોઈએ.. 
 
ટામેટા 
ફ્રિજમાં મૂકવાથી તેમના અંદરની મેમ્બ્રેન તૂટી જાય છે , ટમેટા ગળી જશે , જલ્દી ખરાબ થશે 
 
બ્રેડ
ફ્રીજના ઠંડા તાપમાનથી બ્રેડમાં ડિહાઈડ્રેશનની પ્રોસેસ તેજીથી થાય છે. બ્રેડ સૂકી જશે અને જલ્દી ખરાબ થશે.
 
ઈંડા
વધારે દિવસ સુધી ફ્રીજમાં મૂકવાથી ઈંડાનો યોક સૂકી શકે છે. તેનાથી ન્યૂટ્રીએંટસ ઓછી થઈ શકે છે. 
 
કેળા 
તેનાથી ઈથાઈલીન ગૈસ નિકળે છે જે આસપાસના ફળોને જલ્દી પાકી નાખે છે. તેનાથી નિકળતી ગૈસ બીજા ફળોને પણ પકાવી નાખે છે. 
 
લીંબૂ કે ઑરેંજ 
તેમાં સાઈટ્રિક એસિડ હોય છે . તેથી ફ્રીજની ઠંડક બર્દાશત નહી કરી શકતા. છાલતા પર ડાઘ પડવા લાગસ્ગે . ટેસ્ટ પણ બદલી જશે. 
 
મધ- 
ફ્રીજમાં મૂકવાથી મધ ઘટ્ટ થઈ જશે . તે ફ્રીજના બહાર જ મૂકવું . વધારે સમય સુધી ફ્રીજમાં મૂકવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગશે. 
 
સફરજન 
ફ્રીજમાં મૂકવાથી તેમાં રહેલ એંજાઈમ્સ એક્ટિવ થઈ જાય છે અને ફળ જલ્દી પાકી જાય છે. તેનાથી ખરાબ થવાની શકયતા વધારે રહે છે. રાખવું જ હોય તો પેપરમાં લપેટીને મૂકવું. 
 
 
કૉફી
આ ફ્રીજમાં મૂકવાથી બીજી વસ્તુઓની સ્મેલ ઑબજર્વ કરી લે છે. તેની ખુશ્બું ઓછી થઈ જશે. 
 
લીલી શાકભાજી 
તેને થોડા દિવસ સુધી ફ્રીજમાં મૂકવાથી તેમના પાન સૂકવા લાગે છે. તેના જલ્દી ખરાબ થવાની શકયતા રહે છે. 
 
ડુંગળી
ડુંગળીમાં ભેજ વધારે હોય છે. તે ફ્રીજથી બહાર જ મૂકવી. ફ્રીજમાં મૂકવાથી તેમના છાલટા ગળી જાય છે.