આ શાનદાર કુકિંગ ટીપ્સ જે સવારની મેહનતને કરી નાખશે ઓછી
સવારે ઉઠતા જ આખા દિવસનો શેડયૂલ ગડબડ થઈ જાય છે. એ દૂધ ગર્મ કરવું હોય કે પછી બ્રેકફાસ્ટ બનાવવું હોય. જો તમે પણ આ બધા કામના કારણે પરેશાન થાઓ છો તો અમારા જણાવ્યા આ ટિપ્સને એક વાર વાંચી લો. કામ સરળ થઈ જશે. જાણી લો આ કિચન ટિપ્સ,
ટીપ્સ- શિયાળામાં હમેશા હેલ્દી અને મજેદાર ખાવાની સલહ અપાય છે. તમે બાળકોના ટિફિન અને મોટાના લંચ બૉક્સમાં કઈક એવો રાખવા ઈચ્છો છો યો કાજૂથી બની આ વસ્તુ સરસ ઑપ્શન થી શકે છે. તેના માટે રાત્રે કાજૂ પલાળી રાખી દો. સવારે તેનો પાણી કાઢી તેમાં લીલી ડુંગળી, ફુદીના અને થોડું પાણી નાખી વાટી
લો. આ પેસ્ટ્માં મીઠું અને કાળી મરી મિકસકરી પરોંઠા કે પેનકેક બનાવી શકો છો. આ ખૂબ હેલ્દી હોય છે. આ પેસ્ટને 4-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
-સાંજે જો મિક્સવેજ માટે શાક સમારી રહ્યા છો તો વધારે માત્રામાં કાપી રાખી લો. સવારે આ શાકનો ઉપયોગ, સૂપ, ફ્રાઈડ રાઈસ કે પછી વેજીટેબલ પરોંઠા બનાવી કરી શકો છો.
- બટાટાના પરોંઠા કે જીરા પરોંઠા માટે જો બટાટા બાફી રહ્યા છો તો વધારે માત્રામાં બાફી લેવું. બીજા દિવસે બટાટા કટલેટ કે પછી સેંડવિચ બનાવી શકો છો.
- જો બ્રેકફાસ્ટમાં પાસ્તા બનાવાના વિચારી રહ્યા છો તો રાત્રે જ તેને પાણીમાં પલાડીને મૂકી નાખો. આવું કરવાથી તમારું કામ જલ્દી થઈ જશે.
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે.
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે.