મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2023 (15:07 IST)

Home Tips: ઘરના જૂના સોફા થઈ ગયા છે ગંદા, આ ટિપ્સને ફોલો કરવુ, નવાની જેમ ચમકવા લાગશે

Cleaning Tips: ઘરમાં જો સાફ સફાઈ ન હોય તો કઈક પણ સારુ નથી લાગતું. સાથે ઘણા રોગોનો પણ ખતરો રહે છે. આજકાલ આશરે દરેક ઘરમાં સોફા હોય છે. લોકો આરામની સથે સથે સુંદરતા માટે પણ ઘરમાં સોફા લગાવે છે. પણ આ સોફા ગંદા થઈ જાય છે. સોફાને સાફ કરવા પણ એક મોટુ ટાસ્ક છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રીક જણાવીશ જેનાથી ખૂબ સરળતાથી તમે જૂના સોફાને નવાની જેમ ચમકાવી શકશો. 
 
ફેબ્રિક સોફા 
આ દિવસો લોકોને ફેબ્રિક સોફા ખૂબ પસંદ આવી રહ્યા લોકો તેૢઅને તેમના ઘરમાં જગ્યા આપવા લાગ્યા છે. આ સોફા જોવામાં સુંદર લાગે છે સાથે ક કમફર્ટની બાબતમાં પણ આ સરસ હોય છે. પણ તેની મેંટનેંસ અને સફાઈ મુશ્કેલ થાય છે. પણ તમે તેને સાફ કરવા માટે 6 ચમચી નહાવાનો સાબુનો ભૂકો, એક કપ ગરમ પાણીમાં નાખો. આ મિસ્કમાં બે ચમચી અમોનિયા કે સુહાગા મિકસ કરો. હવે આ મિક્સને ઠંડુ થતા હાથ પર ફીણ બનાવો. હવે આ ફીણને સાફ કપડા કે સ્પંજમાં લગાવીને ફેબ્રિકના વધારે ગંદા ભાગને સાફ કરો. પછી હૂંફાણા પાણીમાં સ્પંજ પલાળીને નિચોડવુ અને ફરીથી કપડાને સાફ કરવો. હવે સોફને પંખાની જવામાં સૂકવા દો. 
 
લેદર સોફા 
ઘણા લોકોને લેદર સોફા પસંદ હોય છે. આ સોફા મોંઘા હોય છે સાથે તે તેની કાળજી અને સફાઈ પણ મુશ્કેલ છે. લેદર સોફા સાફ કરવા માત્ર એક જ રીત છે. તેન તમે હળવા ક્લીનરથી સાફ કરવું. તમે કંપની દ્વારા જણાવેલ ક્લીનર પણ ખરીદી શકો છો. 
 
તે સિવાય તમે સોફાને સોફ્ટ બ્ર્શથી વેક્યુમ ક્લીન કરવો. સોફા પર જમા ધૂળને સારી રીતે સાફ કરી લો. તેના માટે તમે પાણી અને સરકાનો મિક્સને પણ ઉપયોગ કરી શકો છો. તેમજ સોફા પરની ધૂળ સાફ કરવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો. લેદર સોફાને ક્યારે પણ બ્લો ડ્રાયરથી ન સુકાવવો. તેનાથી લેદરને નુકશાન પહોંચી શકે છે. 
 
સોફાની કંડીશનિંગ માટે 
હવે તમે સોફાને સાફ તો કરી લીધુ પણ તેની ચમક જાળવી રાખવા માતે એક ટ્રીક અજમાવી શકો છો. સોફા પર ચમક લાવવા કે તેની કંડિશનિંગ માટે તમે સરકા અને અલસીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેને  2:1 ના ક્રમમાં મિક્સ કરી લો અને સોફા પર લગાવ્યા પછી સૂકવા દો. બીજા દિવસે એક સાફ કપડાથી સોફાને લૂંછી લો. તમારા જૂના સોફા નવાની જેમ ચમકવા લાગશે.