રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Home Tips -Furniture માં ક્યારેય નહી લાગે ઊધઈ, આ રીતે કરો કેયર

આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નીચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નીચરમાં કોઈ કારણસર ઊધઈ લાગી જાય તો લાખોનુ નુકશાન થઈ જાય છે. આવામાં તેનાથી બચવુ પણ મુશ્કેલ હોય છે પણ હવે પરેશાન થવાની જરૂર નથી.  આજે અમે તમને કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જેનાથી તમે તમારા ફર્નીચરને બરબાદ થવાથી બચાવી શકો છો. આવો જાણીએ... 
 
1. જો ઘરના ફર્નીચરમાં ઊધઈ લાગી જાય તો તેને ત્રણથી ચાર દિવસ માટે તડકો બતાવી દો કારણ કે તડકો ઊધઈનો સૌથી મોટો દુશ્મન છે.  
 
2. ઊધઈ લાગેલ ફર્નીચરની પાસે કોઈ ભીની લાકડીને મુકી દો તો તેને ચાર દિવસ તાપ બતાવી દો કારણ કે તાપ ઊધઈની સૌથી મોટી દુશ્મન છે જે ઊધઈને જડથી મટાડી દે છે. 
 
3. ઊધઈને નષ્ટ કરવા માટે લીમડાનુ તેલ પણ એક સહેલો ઉપાય છે. આ વાત જુદી છે કે તે થોડુ ધીમે કામ કરે છે પણ સતત પ્રયોગ કરવાથી આ ઘટી જાય છે.  
 
4. જો તમારા ફર્નિચરને ઊધઈ લાગી છે તો બોરેક્સ કે સોડિયમ બોરેટને ઊધઈ લાગેલ સ્થાન પર લગાવો. તેનાથી તે તરત ખતમ થઈ જશે. 
 
5. સાબુના પાણીથી પણ ઊધઈ મરી જાય છે. 4 કપ પાણીમાં ડિશ શોપ મિક્સ કરો અને આ મિશ્રણને રોજ ફર્નીચર પર છાંટો એક અઠવાડિયામાં ફાયદો જોવા મળશે. 
 
6. સફેદ સોડાને ઊધઈ લાગેલ ફર્નીચર પર છાટવાથી પણ ઊધઈ નષ્ટ થઈ જાય છે. 
 
7. મીઠુ પણ એક અસરદાર નુસ્ખો છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઊધઈ નાશ પામે છે.