શનિવાર, 9 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (14:17 IST)

Instant Glow માટે આ રીતે કરો ઘરે જ ગોલ્ડ ફેશિયલ

જોઈએ તો તહેવારનો મોસમ શરૂ થઈ ગયુ છે. એક પછી એક તહેવાર આવી રહ્યા છે. નવરાત્રિ પછી હવે મોટુ તહેવાર કરવાચોથ આવશે પણ આ દરમિયાન ઘણા બધા કામ પણ હોય છે. જેના કારણે મહિલાઓને ટાઈમ નથી મળતું. તેથી તમે ઘરે જ ફેશિયલ કરી શકો છો. તેના માટે તમને બજારથી કઈક સામાન ખરીદવાની જરૂર નથી. કારણ કે 
 
તમારા રસોડામાં બધુ મળી જશે. આવો જાણી કેવી રીતે ઘરે કરીએ ગોલ્ડ ફેશિયલ 
 
First Step ક્લીંજર - તેના માટે 2 ચમચી કાચું દૂધ લો. તેમાં થોડી હળદર મિક્સ કરો હવે કૉટનની મદદથી તમારુ ચેહરો સાફ કરી લો. 
 
2 nd Step સ્ક્ર્બ કરવું - તેના માટે 1 ચમચી લોટનો ચોકર હળદર, મધ, ગુલાબ જળ કે દૂધ બન્નેમાંથી એક વસ્તુ. આ બધાને કાંચના બાઉલમાં મિક્સ કરીને એક જેવુ મિશ્રણ 
 
બનાવી લો. ત્યારબાદ ચેહરા પર 10 મિનિટ સુધી સારી રીતે સ્ક્રબ કરો. 
 
3rd Step વરાળ લેવી - સ્ક્રબ કર્યા પછી વરાળ લેવી. જો તમે ડાયરેક્ટ વરાળ ન લઈ શકો તો ટુવાલને ગર્મ પાણીમાં પલાળીને ચેહરા પર રાખો. તેનાથી તમારા ચેહરાના 
 
ડેડ સેલ્સ આરામથી નિકળી જશે. 
 
4th Step - મસાજ માટે - મસાજ કરવા માટે કાચની વાટકીમાં થોડી દહીં, હળદર, બદામનું તેલ અથવા ઓલિવ તેલ મિક્સ કરો. મિક્સ કર્યા બાદ 5 થી 10 મિનિટ સુધી 
 
સારી રીતે મસાજ કરો. અને પછી ચહેરો પાણીથી ધોઈ લો. તમારો ચહેરો પહેલા કરતા સાફ નજર આવશે. 
 
5 th Step - ગોલ્ડન ફેસ માસ્ક 
આ છે અંતિમા સ્ટેપ ફેસ માસ્ક બનાવવા માટે અડધી ચમચી ચણાનો લોટ, હળદર, મધ અને થોડુ દૂધ અને અડધી ચમચી મલાઈ. આ બધાને સારી રીતે કાંચના એક બાઉલમાં મિક્સ કરી લો અને ચેહરા પર લગાવો. 15 મિનિટ પછી તમે તમારા ચેહરાને નાર્મલ પાણીથી ધોઈ લો. તમારો ચેહરો ખીલી જશે.