ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (18:48 IST)

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ Face-recognition સિસ્ટમ કરી બંધ

ફેસબુકે મંગળવારે જાહેરાત કરી હતી કે તે  યુઝરની વધતી જતી ચિંતાઓ વચ્ચે તેની ચહેરો ઓળખવાની સિસ્ટમ બંધ કરી રહી છે .ફેસબુક, જેની પેરેન્ટ કંપનીનું નામ હવે મેટા છે, તેણે કહ્યું કે આ નવો ફેરફાર આગામી અઠવાડિયામાં રોલઆઉટ કરવામાં આવશે
 
 ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ હવે Face-recognition સિસ્ટમ બંધ કરી દીધી છે. કંપનીએ મંગળવારે આ વિશે જાણકારી આપી છે. ફેસબુકે કહ્યું કે તે આ ફેરફારને કારણે 1 બિલિયનથી વધુ લોકોના ફેસ રેકગ્નિશન ટેમ્પલેટ્સને હટાવી દેશે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુકના દૈનિક સક્રિય વપરાશકર્તાઓમાંથી ત્રીજા કરતાં વધુ અથવા 600 મિલિયનથી વધુ એકાઉન્ટ્સે Face-recognition તકનીકનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે.